મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

મંગળ પર મળી એવી વસ્તુ કે વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ, નાસાએ કહ્યું- એલિયનના રહસ્યો ખુલશે!

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ ગ્રહ પર એક મહત્ત્વપૂર્ણ શોધ કરી છે. લાલ ર

મંગળ પર મળી એવી વસ્તુ કે વૈજ્ઞાનિકો પણ રહી ગયા દંગ, નાસાએ કહ્યું- એલિયનના રહસ્યો ખુલશે!

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ ગ્રહ પર એક મહત્ત્વપૂર્ણ શોધ કરી છે. લાલ રંગના આ ગ્રહ પર પીળા રંગના શુદ્ધ સલ્ફરના ક્રિસ્ટલ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકો પર આ શોધથી દંગ રહી ગયા છે. એવું એટલા માટે કેમ કે, પાણી વગર આ ક્રિસ્ટલ બનવા અત્યંત મુશ્કેલ છે. એક ખડકના ખુલ્લા ભાગની વચ્ચે આ પીળા ક્રિસ્ટલ મળી આવ્યા હતા. 

વૈજ્ઞાનિકોએ ગણાવી મોટી સફળતા 

ક્યુરિયોસિટીના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ અશ્વિન વસાવડાએ કહ્યું કે, અમે વિચાર્યું પણ નહોતું કે આવી કોઈ વસ્તુ અમને મળી આવશે. મને લાગે છે કે, અમારા મિશનની આ સૌથી મોટી શોધ છે. 30 મેના રોજ વસાવડા અને તેમની ટીમે રોવર દ્વારા મોકલાયેલી તસવીરોનું આંકલન કર્યું હતું.

તસવીરોના આંકલનથી થયો ખુલાસો 

માહિતી અનુસાર વૈજ્ઞાનિકોની આ ટીમે જ્યારે તસવીરોનું આંકલન કર્યું હતું તેમાં દેખાયું કે પૈડાના રસ્તામાં એક ખડક વિખેરાયેલું પડ્યું છે. તેના પછી ઝૂમ કરીને જોયું તો વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા. તેમને દેખાયું કે પીળા રંગના ક્રિસ્ટલ વિખેરાયેલા પડ્યા હતા. જ્યારે તપાસ કરી તો તે શુદ્ધ સલ્ફર હોવાની જાણકારી મળી. વસાવડા અનુસાર સલ્ફરના ખડક સામાન્ય રીતે સુંદર, ચમકીલા અને ક્રિસ્ટલીન હોય છે.

વૈજ્ઞાનિકો શું કહે છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મંગળ પર સલ્ફેટ હોવું સામાન્ય વાત છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે શુદ્ધ સ્વરૂપમાં સલ્ફર મળ્યું છે. જ્યારે ગેડિઝ વાલિસ ચેનલમાં સલ્ફરનું મળવું વધુ આશ્ચર્યજનક છે. શક્ય છે કે તે વિસ્તારના ખડકો સલ્ફરથી ભરેલા હોય. પૃથ્વી પર પણ સલ્ફર ખૂબ જ દુર્લભ સંજોગોમાં રચાય છે. જ્વાળામુખી ફાટી નીકળવાના સ્થળે શુદ્ધ સલ્ફર મળવાની શક્યતા હોય છે. વસાવડા કહે છે કે, મંગળ પર સલ્ફર શોધવું એ રણમાં પાણી શોધવા જેવું છે.

મંગળ પર પાણીનું રહસ્ય ખુલશે!

લાંબા સમયથી વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, મંગળ પર ક્યારેય જીવન હતું કે નહીં? સલ્ફરની શોધ આ દિશામાં એક મોટી શોધ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં સલ્ફેટ ત્યારે બને છે જ્યારે સલ્ફર પાણીમાં અન્ય ખનિજો સાથે પ્રતિક્રિયા આપે છે અને પછી પાણીનું બાષ્પીભવન થાય છે. તેના પછી સલ્ફેટ બચે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ શોધ મંગળ પરના જીવનના રહસ્યો ઉજાગર કરી શકે છે. જીવન માટે સલ્ફર પણ જરૂરી છે અને લાલ ગ્રહ પર તેની હાજરી જીવનનો સંકેત આપે છે.

આ સમાચાર શેર કરો