મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ગુજરાતમાં પણ જોવા મળ્યો આ લક્ઝુરીયસ કારનો ક્રેઝ, લોકોને મળશે TV-ફ્રિઝ અને ઘર જેવો આરામ!

તાજેતરમાં જ ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર લક્ઝુરીયસ કારનો ક્રેઝ જોવા મળ્યો છે. લોકો આ લક્ઝુરીયસ કારને ખરીદવ

ગુજરાતમાં પણ જોવા મળ્યો આ લક્ઝુરીયસ કારનો ક્રેઝ, લોકોને મળશે TV-ફ્રિઝ અને ઘર જેવો આરામ!

તાજેતરમાં જ ગુજરાતમાં અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર લક્ઝુરીયસ કારનો ક્રેઝ જોવા મળ્યો છે. લોકો આ લક્ઝુરીયસ કારને ખરીદવા માટે મુંબઇ સુધી લાંબા થઇ રહ્યાં છે. લક્ઝુરીયસ કારનો ભારતમાં ક્રેઝ જોતા કંપની નવા નવા મોડલ લૉન્ચ કરી રહી છે. આ કારનું નામ લેક્સસ છે.

લેક્સસનો ભારતમાં ક્રેઝ

લેક્સસ ઇન્ડિયાએ તાજેતરમાં LM350h લક્ઝરી MPVને 2 કરોડની શરૂઆતની કિંમત પર લૉન્ચ કરી છે. 4-સીટર લાઉન્જ પેકેજ સાથે રેન્જ ટોપિંગ વેરિઅન્ટની કિંમત 2.50 કરોડ રૂપિયા છે. તેના ફ્રન્ટમાં એક મોટું ઓવરસાઇજ્ડ ગ્રિલ આપવામાં આવ્યું છે જે સ્લિક LED હેન્ડલેમ્પ અને સ્ટાઇલિશ વર્ટિકલ ફૉગલૈમ્પ હાઉસિંગથી કનેક્ટેડ છે.

કારની સાઇઝની વાત કરવામાં આવે તો તેની લંબાઇ 5,130 મિમી, પહોળાઇ 1,890 મિમી, ઉંચાઇ 1,945 મિમી અને તેમાં 3000 મિમીનું વ્હીલબેસ મળે છે.

સમજવા માટે જણાવી દઇએ કે આ કાર ઇન્ડિયન માર્કેટમાં સેગમેન્ટની લીડર ટોયોટા ઇનોવા ક્રિસ્ટાના મુકાબલા 395 મિમી વધુ લાંબી અને 60 મિમી વધુ પહોળાઇ છે. આ કારને 4 સીટર અને 7 સીટર બન્ને વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી છે. 4 સીટર વેરિએન્ટમાં તમને કેબિનની અંદર સૌથી વધુ સ્પેસ મળશે અને તેના ઇન્ટીરિયરને કોઇ ઘરની જેમ સજાવવામાં આવ્યું છે.

લક્ઝરી એમપીવીમાં એક પેનલ ગ્લૉસ પણ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પ્રાઇવેસી માટે પાર્ટિશન તરીકે કરવામાં આવી શકે છે. પાછળના કેબિન સેક્શનને બિલકુલ અલગ રૂમના તર્જ પર વહેંચી શકાય છે.

કેબિનમાં 48 ઇંચનું મોટું ટીવી, સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે 23 સ્પીકર અને પિલો સ્ટાઇલ હેડરેસ્ટ આપવામાં આવ્યું છે. કંપનીએ મુસાફરના કમ્ફર્ટનું ધ્યાન રાખ્યું છે.

આ સિવાય નાનુ ફ્રિઝ, ફોલ્ડેબલ ટેબલ, અમ્બ્રેલા હોલ્ડર, હીટેડ આર્મરેસ્ટ, કેટલાક અલગ અલગ USB પોર્ટ, વાયરલેસ ફોન ચાર્જર, રીડિંગ લાઇટ્સ, વેનિટી મિરર વગેરે જેવા ફીચર્સ મળે છે.

Lexus LMમાં કંપનીએ નવી વોઇસ કંટ્રોલ સિસ્ટમ પણ આપી છે. પાછળ બેઠનારા મુસાફરો માટે એક અલગથી સ્માર્ટફોન કંટ્રોલ પેનલ, ક્લાઇમેન્ટ કંટ્રોલ, સીટ ફંક્શન, ઇન્ટીરિયર લાઇટિંગ વગેરેને ઓપરેટ કરવાની સુવિધા આપવામાં આવી છે.

આ કારમાં એક ડિજિટલ રિયલ વ્યૂ મિરર, એક પેનોરમિક વ્યૂ મોનિટર, એક ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ (ADAS) આપવામાં આવ્યું છે. આ કારમાં પ્રી-ક્રૈશ સેફ્ટી, ડાયનેમિક રડાર ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર એલર્ટ, પ્રોએક્ટિવ ડ્રાઇવિંગ આસિસ્ટ અને ADAS સહિત કેટલાક સેફ્ટી ફીચર્સથી લેસ છે.

આ કારમાં 2.5 લીટરની ક્ષમતાના 4 સિલિન્ડર યુક્ત સેલ્ફ ચાર્જિંગ હાઇબ્રિડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. જે 250hpનો દમદાર પાવર અને 239Nmનો ટોર્ક જનરેટ કરે છે.

મહત્ત્વપૂર્ણ છે કે આ કાર કેટલાક ફિલ્મી સ્ટાર પાસે પણ છે. તાજેતરમાં જ જ્હાનવી કપૂર અને રણબીર કપૂરે પણ આ કાર ખરીદી છે. આ કારમાં આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો