બજાજે લોન્ચ કરી વિશ્વની પ્રથમ CNG બાઈક, જાણો કિંમત અને માઈલેજ
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની બજાજ ઓટોએ પુણેમાં આજે સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની બજાજ ઓટોએ પુણેમાં આજે સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ વેચાણ માટે લોન્ચ કરી છે. આ દરમિયાન કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. આકર્ષક દેખાવ અને સ્પોર્ટી ડિઝાઇનથી સજ્જ આ બાઇકની પ્રારંભિક કિંમત રૂ. 95,000 (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પ્રશંસા કરી
આ બાઈકને જોઈને તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો કે કંપનીએ આ બાઈકમાં CNG સિલિન્ડર ક્યાં મૂક્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ તેની પ્રશંસા કરી હતી.
બજાજ ઓટો દાવો કર્યો છે. બાઇક સેગમેન્ટમાં સૌથી લાંબી સીટ (785MM)આપવામાં આવી છે. જે આગળના ભાગમાં ફ્યુઅલ ટાંકીને ઘણી હદ સુધી આવરી લે છે. સીટ નીચે સીએનજી ટાંકી મૂકવામાં આવી છે. જેમાં લીલો રંગ CNG અને નારંગી રંગ પેટ્રોલનો દર્શાવે છે. આ બાઈકનાં રોબસ્ટ ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવી છે જે બાઇકને મજબૂત પણ બનાવે છે. કંપનીનું કહેવું છે કે આ બાઇકે ઇન્ડસ્ટ્રીના 11 અલગ-અલગ ટેસ્ટ પાસ કર્યા છે જે તેને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવે છે.
પાવર અને પર્ફોમન્સ
વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમમાં કંપનીએ 125 સીસી ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 9.5PSનો પાવર અને 9.7Nmનો ટોર્ક જનરેટ કરે છે. જેમાં કંપનીએ 2 લીટર પેટ્રોલ ફ્યુઅલ ટેન્ક અને 2 કિલો ક્ષમતાની CNG ટેન્ક આપી છે. કંપનીનો દાવો છે કે આ બાઇક સંપૂર્ણ ટાંકીમાં (પેટ્રોલ + CNG) 300 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.
બુકિંગ પણ શરૂ કરી દેવાયું
કંપનીએ આ બાઇકનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બુક કરાવી શકો છો. તમે કંપનીની ડીલરશીપ પર જઈને તેને ઓફલાઈન પણ બુક કરી શકો છો.
સૌથી પહેલા ડિલિવરી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થશે
કંપનીએ સીએનજી બાઈક 7 કલરમા લોન્ચ કરી છે. લોન્ચિંગ સાથે તેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલા ડિલિવરી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શરૂ થશે. આગામી ક્વાર્ટરથી સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.








