મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Car Care Tips / ચોમાસા પહેલા આ 5 બાબતો જાણી લો, વધી જશે તમારી કારની લાઈફ

હાલમાં ભારતમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. આ સમયે સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદના કારણે

Car Care Tips / ચોમાસા પહેલા આ 5 બાબતો જાણી લો, વધી જશે તમારી કારની લાઈફ

હાલમાં ભારતમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. આ સમયે સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદના કારણે લોકોને આ કાળઝાળ ગરમીમાંથી ઘણી રાહત મળશે. આ સિવાય હવામાન પણ એકદમ ખુશનુમા બની જાય છે. વરસાદની સિઝનમાં લોકોને કારમાં લોંગ ડ્રાઇવ પર જવાનું મન થાય છે. કારમાં બેસીને વરસાદની મજા માણવાનો આનંદ જ અલગ છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે વરસાદમાં તમે યાદગાર પળો માણો છો તે તમારી કારને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે તમારે ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. વરસાદની ઋતુમાં પણ તમારી કિંમતી કાર નવી જેવી દેખાતી રાખવા અને તેની લાઈફ વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ડ્રાઇવિંગ કરતા પહેલા લાઈટ ચેક કરો

ભારે વરસાદ દરમિયાન, ઘણીવાર એવું બને છે કે ડ્રાઇવિંગ કરતી વખતે વિઝીબીલીટી ખૂબ ઓછી હોય છે. આવી સ્થિતિમાં હેડલાઇટ અને ટેલલાઇટ ખૂબ જ ઉપયોગી છે. તેમની મદદથી આગળ અને પાછળથી આવતા વાહનો જોઈ શકાય છે. આ સિવાય અન્ય ડ્રાઇવરોને પણ કાર ફેરવતી વખતે સિગ્નલ મળે છે. આ માટે, આ લાઇટ્સનું યોગ્ય રીતે કામ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી ડ્રાઇવિંગ કરતા પહેલા બંને લાઈટ્સ યોગ્ય રીતે કામ કરે છે નહીં તે ચેક કરી લો. જો તે ચાલુ ન થતી હોય તો તેને રિપેર કરાવો.

કારની સ્વચ્છતાનું ધ્યાન રાખો

ચોમાસામાં ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓ પર ગંદકી અને કાદવ જમા થઈ જાય છે જે સમયસર સાફ ન કરવામાં આવે તો ડાઘ પડી જાય છે. આટલું જ નહીં, તે તમારી કારના બાહ્ય ભાગને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી બચવા માટે કારની નિયમિત સફાઈ કરવી જોઈએ. 

વાઇપર્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે

વરસાદ દરમિયાન કાર વાઇપર્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વરસાદની મોસમમાં કારના કાચ પર ઘણી ગંદકી અને કાદવ જમા થાય છે, જેને ડ્રાઈવર ફક્ત વાઇપર્સની મદદથી સાફ કરે છે. વરસાદની ઋતુમાં વાઇપર્સ બરાબર કામ ન કરતા હોય તો કાર ચલાવવી સરળ નથી.

બ્રેકિંગ સિસ્ટમ ચેક કરવો

ઘણી વખત વરસાદ દરમિયાન એવું બને છે કે બ્રેક માર્યા બાદ પણ કાર ઉભી નથી રહેતી, જેના કારણે અનેક માર્ગ અકસ્માતો થાય છે. તમારી સાથે આવું ન થાય તે માટે, તમારે સમય સમય પર તમારી કારની બ્રેકિંગ સિસ્ટમ ચેક કરાવવી જોઈએ.

ટાયરનું ધ્યાન રાખો

ચોમાસા દરમિયાન ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે,  અને તે લપસણા થઈ જાય છે. જેના કારણે ટાયર સ્લીપ થઈ શકે છે. આના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે, તેથી કારના ટાયર ચેક કરાવવા જરૂરી છે.

આ સમાચાર શેર કરો