ઈલેક્ટ્રિક કાર ચલાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, નહીં આવે કોઈ સમસ્યા
સમયની સાથે ઈલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. કારથી લઈને બાઈક અને સ્કૂટર સુધીના ઈલેક્ટ્રિક મોડલ ભાર

સમયની સાથે ઈલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. કારથી લઈને બાઈક અને સ્કૂટર સુધીના ઈલેક્ટ્રિક મોડલ ભારતીય બજારમાં આવી ગયા છે. તે જ સમયે, આ વાહનો ચલાવતી વખતે સાવચેતી જરૂરી છે. ઈલેક્ટ્રિક કાર ચલાવતી વખતે પણ ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને જણાવીશું કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી ઈલેક્ટ્રિક કાર ચલાવતી વખતે તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
બેટરી એફિશિયંસી અને ચાર્જિંગ
કોઈપણ ઈલેક્ટ્રિક કાર માટે સૌથી મહત્ત્વપૂર્ણ કંપોનન્ટ તેની બેટરી છે. ઈલેક્ટ્રિક કારને સારી રીતે ચલાવવા માટે, તેની બેટરી સારી સ્થિતિમાં હોવી જરૂરી છે. જો તમે કારની બેટરીનું મેન્ટેનન્સ યોગ્ય રીતે નથી કરતા, તો કારનું વધુ સારું પરફોર્મન્સ નહીં મળે. આ માટે, તમારે હંમેશા તમારી કારની બેટરીને સંપૂર્ણપણે ચાર્જ ન કરવી જોઈએ, કારણ કે વધુ ચાર્જ થવાથી કારની બેટરીને નુકસાન થવાનું જોખમ રહેલું છે.
આ સિવાય જ્યારે 10થી 20 ટકા ચાર્જિંગ બાકી હોય ત્યારે જ ઈલેક્ટ્રિક કારને ફરીથી ચાર્જ કરવાનું શરૂ કરવું જોઈએ. એકવાર 80 ટકા ચાર્જિંગ થઈ જાય પછી કારને ચાર્જ ન કરો.
હોમ ચાર્જિંગ વધુ સારું છે
જો તમે તમારી કારને ઘરે ચાર્જ કરી શકો છો, તો આ એક સારો વિકલ્પ હોઈ શકે છે. ઈલેક્ટ્રિક કાર ચાર્જ થવામાં ઘણો સમય લે છે. તમે રાત્રે કારને ચાર્જ કરીને કોઈપણ ટેન્શન વિના સૂઈ શકો છો અને જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે તમારી કાર ચાર્જ થઈ જશે. જો તમારી પાસે ઘરમાં ચાર્જર છે, તો તમારી કારને ઘરે ચાર્જ કરવાથી તમારા ઘણા પૈસા બચી શકે છે.
હવામાનની પણ અસર થાય છે
ઈલેક્ટ્રિક કારની બેટરી પર હવામાન અને પર્યાવરણની પણ અસર થાય છે. જો કે, ઈલેક્ટ્રિક કારની બેટરીમાં થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે, જે તેમને વધુ ગરમ થવાથી બચાવે છે. તેમ છતાં, ઈલેક્ટ્રિક કાર પાર્ક કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તેને ફક્ત શેડની નીચે જ પાર્ક કરવી જોઈએ, જેથી કારની બેટરી વધુ ગરમ ન થાય.
અગાઉથી પ્લાનિંગ કરો
કોઈપણ પ્રવાસનું આયોજન કરતા પહેલા, રૂટની સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ, જેથી તમને અગાઉથી ખબર હોય કે રસ્તામાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન ક્યાં હશે, જેથી ડ્રાઇવિંગ કરતી વખતે તમારે કારની બેટરી થઈ જવાની ચિંતા ન કરવી પડે અને તમે તમારી સફરનો આનંદ માણી શકો.








