ભારત સહિત 98 દેશના યૂઝર્સને iPhoneએ આપી પેગાસસ જેવા હુમલાની ચેતવણી
પેગાસસનું ભૂત ફરી એક વખત બહાર આવ્યું છે. Appleએ પેગાસસ જેવા સંભવિત સ્પ

પેગાસસનું ભૂત ફરી એક વખત બહાર આવ્યું છે. Appleએ પેગાસસ જેવા સંભવિત સ્પાયવેર એટેકને લઇને iPhone યૂઝર્સને ચેતવણી આપી છે. કંપનીએ દુનિયાના 98 દેશના આઇફોન યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. 10 મહિનામાં આ બીજી વખત છે જ્યારે એપ્પલે આ રીતે સ્પાઇવેર એટેકની વોર્નિંગ આપી છે. જો સ્પાઇવેર એટેક થાય છે તો તમારા આઇફોન પર હેકરનો કબ્જો થઇ જશે અને તમને પણ નહીં ખબર પડે.
એપ્પલ આઇફોન ઘણો સેફ માનવામાં આવે છે પરંતુ કંપનીની વોર્નિંગ કહે છે કે ખતરા પ્રત્યે એલર્ટ રહેવું પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપ્પલે આઇફોન યૂઝર્સે ચેતવણીમાં કહ્યું કે તમારા આઇફોનને ભાડાના સ્પાઇવેર દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. હેકર્સ એપલ આઇડી સાથે તમારા આઇફોનમાં ઘુસણખોરી કરી શકે છે.
Pegasus જેવા સ્પાઇવેરથી એટેક
ઓક્ટોબરમાં પણ એપ્પલે ઇન્ડિયન યૂઝર્સ માટે આવા એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે સામે આવ્યું હતું કે હેકર્સ પેગાસસ જેવા ભાડાના સ્પાઇવેર દ્વારા આઇફોન યૂઝર્સ પર હુમલા કરે છે અને તેમના આઇફોન પર કબ્જો કરી લે છે. એક વખત કબ્જો થઇ ગયો તો આઇફોન યૂઝર્સની દરેક એક્ટિવિટી પર નજર રાખવો આસાન બની જાય છે.
ઇઝરાયેલનું છે પેગાસસ સ્પાઇવેર
જ્યારે કંપનીને પેગાસસ સ્પાઇવેરના ખતરાની ખબર પડી તો 2021માં તેને આઇફોન યૂઝર્સ પાસે કેટલાક નોટિફિકેશન મોકલવાના ચાલુ કરી દીધા હતા. પેગાસસ એક ઇઝરાયેલી કંપની NSO Group દ્વારા બનાવવામાં આવેલું ખતરનાક સ્પાઇવેર છે. જ્યારે આ કોઇ આઇફોન પર કબ્જો કરી લે છે તો બધુ નોર્મલ જ લાગે છે અને કોઇને તેના હુમલાની ખબર પડતી નથી.








