મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

દિવાળી પર વિશ્વભરમાં ઇન્ટરનેટ આઉટેજ, એમેઝોન, ગૂગલ, સ્નેપચેટ સહિત ઘણી એપ્સ ડાઉન

દિવાળીના દિવસે જ વિશ્વભરમાં ઈન્ટરનેટ આઉટેજની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડ્યો છે. વિશ્વની કેટલીક મોટી વેબસાઇટ્સ અને એપ્સમ

દિવાળી પર વિશ્વભરમાં ઇન્ટરનેટ આઉટેજ, એમેઝોન, ગૂગલ, સ્નેપચેટ સહિત ઘણી એપ્સ ડાઉન

દિવાળીના દિવસે જ વિશ્વભરમાં ઈન્ટરનેટ આઉટેજની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડ્યો છે. વિશ્વની કેટલીક મોટી વેબસાઇટ્સ અને એપ્સમાં ઇન્ટરનેટ આઉટેજની સમસ્યા જોવા મળી હતી. જેમાં એમેઝોન, ગૂગલ, સ્નેપચેટ, રોબ્લોક્સ, ફોર્ટનાઇટ અને કેનવા જેવી લોકપ્રિય સર્વિસનો સમાવેશ થાય છે. યુઝર્સે કર્યું કે, એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ લોડ થઈ રહી નથી અથવા ખૂબ જ ધીમે ધીમે કામ કરી રહી છે. ઇન્ટરનેટ આઉટેજ સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું. જે હવે ધીમે ધીમે રેગ્યુલર થઈ રહ્યું છે. 

અનેક યુઝર્સે ડાઉન ડિટેક્ટરમાં ફરિયાદો નોંધાવી છે. અહેવાલો અનુસાર, ઘણી એપ્લિકેશન્સ અચાનક કામ કરવાનું બંધ કરી દીધી, અને વેબસાઇટ્સ પર ‘Server Down’ જેવા એરર મેસેજ આવવા લાગ્યા. આ સમસ્યા સીધી એમેઝોન વેબ સર્વિસીસ (AWS) માં આઉટેજ સાથે જોડાયેલી છે. AWS એક ક્લાઉડ પ્લેટફોર્મ છે જે હજારો વેબસાઇટ્સ અને એપ્સને સર્વર્સ, ડેટાબેઝ અને સ્ટોરેજ  ઉપલબ્ધ કરાવે છે. જે આઉટેજ થતાં વિશ્વભરની મોટી ઈન્ટરનેટ કંપનીઓને અસર થાય છે. 
 
વિશ્વભરમાં યુઝર્સ થયા પ્રભાવિત 

આઉટેજથી યુરોપ, એશિયા અને અમેરિકામાં લાખો યુઝર્સને અસર પહોંચી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર મીમ્સ અને પોસ્ટ્સ શેર કરીને તેમની તકલીફ વ્યક્ત કરી. કેટલીક કંપનીઓએ તેમના સત્તાવાર એકાઉન્ટ્સ દ્વારા યુઝર્સને જણાવ્યું કે તેઓ આના ઉપર કામ કરી રહ્યા છે. આઉટેજના કારણે ઘણી લોકપ્રિય વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ પ્રભાવિત થઈ હતી, જેમાં Snapchat, Slack, Signal, Tinder અને Canva જેવી મુખ્ય એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. એમેઝોન, એમેઝોન મ્યુઝિક અને પ્રાઇમ વિડીયો જેવી સ્ટ્રીમિંગ અને ઇ-કોમર્સ સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી. રોબ્લોક્સ, ક્લેશ રોયલ, ક્લેશ ઓફ ક્લાન્સ, ફોર્ટનાઇટ અને પોકેમોન ગો જેવા ગેમિંગ પ્લેટફોર્મ્સે પણ લોગિન અને કનેક્શન સમસ્યાઓનો અનુભવ કર્યો હતો. દરમિયાન, નાણાકીય પ્લેટફોર્મ કોઈનબેઝે વપરાશકર્તાઓને ખાતરી આપી હતી કે "બધા ભંડોળ સુરક્ષિત છે."

યુકે ટેક્સ વેબસાઇટ HMRC અને ફ્રાન્સની SFR અને ફ્રી ટેલિકોમ કંપનીઓ પણ પ્રભાવિત થઈ હતી. AWS એ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, તે ટેકનિકલની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. ધીમે ધીમે સર્વિસ સામાન્ય થઈ જશે. હાલ બધી વેબસાઈટ્સ યોગ્ય રીતે કામ આપતી નથી. કેટલાકમાં લોગિનની સમસ્યા તો કેટલીક એપ્સ ધીમે ધીમે કામ કરી રહી છે.

આ સમાચાર શેર કરો