મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ઓટો એક્સપો 2025માં જોવા મળશે ભારતની પ્રથમ સોલર કાર! 50 પૈસામાં 1 કિમી ચાલશે

પૂણે સ્થિત સ્ટાર્ટઅપ કંપની વાયવે મોબિલિટી તેની સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર EVAનું અપગ્રેડેડ વર્ઝન

ઓટો એક્સપો 2025માં જોવા મળશે ભારતની પ્રથમ સોલર કાર! 50 પૈસામાં 1 કિમી ચાલશે

પૂણે સ્થિત સ્ટાર્ટઅપ કંપની વાયવે મોબિલિટી તેની સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર EVAનું અપગ્રેડેડ વર્ઝન રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ સોલાર કારને આવતા મહિને નવી દિલ્હીમાં આયોજિત ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 દરમિયાન લોકોને રજૂ કરવામાં આવી શકે છે. આ ભારતની પ્રથમ સોલર ઇલેક્ટ્રિક કાર છે જે સૌપ્રથમ ઓટો એક્સપો 2023માં રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આ ફોર-વ્હીલ ઇલેક્ટ્રિક સ્કૂટર કોઈ કારથી ઓછું નથી! સોફા જેવા ફીચર્સ, બેલેન્સનું પણ ટેન્શન નહીં

કંપનીનું કહેવું છે કે આ કાર શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ કારની સાઈઝ એવી છે કે તેને નાની જગ્યામાં પણ સરળતાથી પાર્ક કરી શકાય છે.

રેન્જ અને ચાર્જિંગ સમય

કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જ પર 250 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે અને છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલની મદદથી આ કાર એક વર્ષમાં 3 હજાર કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કાર અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને માત્ર પાંચ મિનિટના ચાર્જમાં 50 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

સોલર કારની ફીચર્સ

આ સોલાર ઈલેક્ટ્રિક કાર માત્ર પાંચ સેકન્ડમાં 0 થી 40 સુધીની ઝડપ પકડી શકે છે અને આ કારની ટોપ સ્પીડ 70kmph છે. આ કારની બીજી એક ખાસ વાત છે અને તે એ છે કે આ કારની રનિંગ કોસ્ટ પણ ઘણી વધારે છે, આ કારને એક કિલોમીટર ચલાવવા માટે માત્ર 0.50 પૈસાનો ખર્ચ થાય છે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, રિમોટ મોનિટરિંગ અને ઓવર એર અપડેટ્સ જેવા ખાસ ફીચર્સ મળશે.

Vayve સોલર કાર કિંમત

હાલમાં કંપનીએ આ સોલાર કારની કિંમત કેટલી હશે તે વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી, અને ન તો આ કારનું અપગ્રેડેડ વર્ઝન ક્યારે લોન્ચ કરવામાં આવશે તે જાહેર કરવામાં આવ્યું છે. આ કારની કિંમત સાથે જોડાયેલી કોઈ વિગતો હાલમાં જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા છે કે આ કારની કિંમત 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો