Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : If you turn up the AC temperature as soon as you enter the room, know this for sure!

VIDEO: Tech/ જો તમે રૂમમાં પ્રવેશતાની સાથે જ ACનું તાપમાન ફૂલ કરી દેતા હોવ, તો આ વાત ચોક્કસથી જાણી લેજો!

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શું તમે પણ એવા લોકોમાં સામેલ છો જેઓ ઉનાળામાં રૂમમાં પ્રવેશતાની સાથે જ બારી-બારણાં બંધ કરીને એર કંડિશનર (AC)ને 16કે 18 ડિગ્રી પર ચલાવી દે છે? જો હા, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. આનાથી તમારું વીજળીનું બિલ રોકેટની ગતિએ વધશે અને બીજા પણ ઘણા નુકસાન થશે. રૂમમાં પ્રવેશ્યા પછી AC ઓન કરતા પહેલા તમારે 'AC વેન્ટિલેશન ફ્લશ' (AC Ventilation Flush) ટેકનિક અજમાવવી જોઈએ. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ ટેકનિક અપનાવીને તમે ACનું આયુષ્ય વધારી શકો છો અને વીજળીનું બિલ પણ ઓછું રાખી શકો છો.

App Store

શું છે AC વેન્ટિલેશન ફ્લશ?

AC મેન્ટેનન્સ એન્જિનિયરો અને એક્સપર્ટ્સ 'AC વેન્ટિલેશન ફ્લશ' કરવાની સલાહ આપે છે. તેમના જણાવ્યા મુજબ, રૂમમાં પ્રવેશતાની સાથે જ તરત AC ચાલુ ન કરવું જોઈએ. પહેલા 5 મિનિટ માટે પંખો ચલાવીને બારી-બારણાં ખોલી દેવા જોઈએ.

એક્સપર્ટ્સ આ પાછળનું કારણ સમજાવતા કહે છે કે, બંધ રૂમમાં દિવાલો અને ફર્નિચર આખો દિવસ ગરમી શોષી લે છે. જો તમે તરત જ બારી-બારણાં બંધ કરીને AC ચલાવો છો, તો AC એ રૂમની હવાને બદલે ગરમ દિવાલો અને અન્ય સામાનની ગરમીને પહેલા ઓછી કરવી પડશે, જેનાથી તેના પર લોડ વધે છે.

AC વેન્ટિલેશન ફ્લશના સ્ટેપ્સ:

રૂમમાં પ્રવેશ્યા પછી સૌથી પહેલા બારી-બારણાં ખોલી નાખો.

પંખો ઓન કરીને તેને ફૂલ સ્પીડ પર ચલાવો.

આવું 5 થી 7 મિનિટ સુધી કરો જેથી રૂમની ગરમી (Heat) બહાર નીકળી જાય.

હવે AC ઓન કરો, પરંતુ પહેલા 2 થી 3 મિનિટ તેને 'ફેન મોડ' પર રાખો.

લગભગ 3 મિનિટ પછી તાપમાન સેટ કરો, પણ તેને 16 કે 18 ડિગ્રી પર ન લઈ જાઓ.

તરત જ બારી-બારણાં બંધ કરીને AC ચલાવવાના નુકસાન:

વીજળીનું બિલ: વીજળીના બિલમાં 30 થી 40 ટકાનો વધારો થઈ શકે છે.

કમ્પ્રેસર પર લોડ: AC નું કમ્પ્રેસર પૂરી તાકાતથી ચાલશે. તાપમાનને 16 ડિગ્રી સુધી લાવવા માટે તેને સતત મહેનત કરવી પડશે.

ACનું આયુષ્ય: લાંબા સમય સુધી કમ્પ્રેસર પર લોડ રહેવાથી તેની લાઈફ ઘટે છે, એટલે કે તમારું AC જલ્દી ખરાબ થઈ શકે છે.

શું છે ACનો મેજિક નંબર?

ઘણા લોકો પૂછે છે કે AC ને કેટલા તાપમાન પર ચલાવવું જોઈએ? એક્સપર્ટ્સના મતે AC માટે 24 ડિગ્રીથી 26 ડિગ્રી વચ્ચેનું તાપમાન 'મેજિક નંબર' છે. આ તાપમાન પર AC ચલાવવાની સાથે રૂમનો પંખો ધીમી ગતિએ ચાલુ રાખવો જોઈએ. આનાથી AC ની હવા આખા રૂમમાં સમાન રીતે ફેલાય છે અને કમ્પ્રેસર પર લોડ ઓછો પડે છે.