Hyundai આ દિવસે લાવશે સસ્તી 7 સીટર કાર, Maruti અને Kiaની વધી શકે છે મુશ્કેલી
ભારતમાં પ્રીમિયમ 7 સીટર કારની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. આ વર્ષે કેટલાક નવા મૉડલ લૉન્ચ થવા જઇ રહ્યાં છે. કા

ભારતમાં પ્રીમિયમ 7 સીટર કારની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. આ વર્ષે કેટલાક નવા મૉડલ લૉન્ચ થવા જઇ રહ્યાં છે. કાર કંપનીઓ હવે મોટી ફેમિલીને ટાર્ગેટ કરી રહી છે અને તેમના માટે ઉપયોગી 7 સીટર કાર લૉન્ચ કરી રહી છે. હ્યુંડઇ મોટર ઇન્ડિયા પોતાની પોપ્યુલર Alcazarનું ફેસલિસ્ટ મોડલ આવતા મહિને લોન્ચ કરવા જઇ રહ્યું છે .આ વખતે નવી Alcazarમાં કેટલાક મોટા બદલાવ કરવામાં આવી શકે છે.
9 સપ્ટેમ્બરે થશે લૉન્ચ
હ્યુંડઇની નવી Alcazar આ વખતે 9 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ કારને કેટલીક વખત ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી ચુકી છે. Alcazar એક પ્રીમિયમ SUV છે જેમાં કેટલાક સારા ફીચર્સને સામેલ કરવામાં આવશે. પ્રથમ વખત તેને એપ્રિલ 2021માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથઈ લઇને અત્યાર સુધી તેમાં કોઇ બદલાવ કરવામાં આવ્યા નથી.
એન્જિન અપડેટ થશે
આ સમયે હ્યુંડઇ Alcazarમાં બે એન્જિન ઓપ્શન મળે છે જેમાં 1.5 લીટર ડીઝલ એન્જિન અને 1.5L પેટ્રોલ એન્જિન સામેલ છે. આ બન્ને એન્જિન રિફાઇન્ડ છે. સિટી અને હાઇવે પર તેમનું પ્રદર્શન સારૂ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેસલિફ્ટ મોડલમાં પણ આ બન્ને એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ તેમને અપડેટ કરવામાં આવશે.
ડિઝાઇન અને એડવાન્સ ફીચર્સ પણ મળશે
નવી Alcazarમાં આ વખતે એક્સટીરિયરમાં મોટા બદલાવ જોવા મળશે. ફ્રંટ લુકમાં નવી ગ્રિલ, નવા હેડલેમ્પ્સ, નવા અલોય વ્હીલ્સ, નવી બોનેટ અને બમ્પર મળશે. પાછળની તરફ નવી કનેક્ટેડ લાઇટ્સ આપવામાં આવશે. કંપની તેના ઇન્ટીરિયરને અપડેટ કરશે.
વર્તમાન મોડલની તુલનામાં નવી Alcazarમાં ડિસપ્લે મળશે જે કલસ્ટરથી કનેક્ટ થશે. સાથે જ લેવલ 2 એડાસ અને 360 ડિગ્રી કેમેરા મળશે. ગાડીના એન્જિનમાં કોઇ બદલાવ થવાની આશા નથી.
નવી Alcazarની કેટલી છે કિંમત
નવી Alcazarની એક્સ શો રૂમ કિંમત 16.77 લાખ રૂપિયાથી લઇને 21.28 લાખ રૂપિયા સુધી જાય છે. નવા મોડલની કિંમત થોડી વધારે હશે. ભારતમાં તેનો સીધો મુકાબલો Maruti XL6 અને Kia Carens સાથે થશે.








