મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ફોન ચોરી થઈ ગયો છે તો આવી રીતે ઘરે બેઠા ડિલીટ થઈ જશે UPI ID, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

થોડા વર્ષો પહેલા સુધી ફોનનો ઉપયોગ માત્ર કોલિંગ અને મેસેજિંગ માટે જ થતો હતો. પરંતુ, જ્યારથી ઈન્ટરને

ફોન ચોરી થઈ ગયો છે તો આવી રીતે ઘરે બેઠા ડિલીટ થઈ જશે UPI ID, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

થોડા વર્ષો પહેલા સુધી ફોનનો ઉપયોગ માત્ર કોલિંગ અને મેસેજિંગ માટે જ થતો હતો. પરંતુ, જ્યારથી ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે, ત્યારથી તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે પણ થઈ રહ્યો છે. આજકાલ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પણ સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં જો આપણો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તે મોટી સમસ્યા બની શકે છે.

જો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો પર્સનલ અને બેંકિંગ ડિટેલ્સ લીક થવાનું જોખમ સૌથી વધુ છે. કોઈપણ તમારા UPIનો દુરુપયોગ કરી શકે છે. પરંતુ, શું તમે જાણો છો કે જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય છે તો તમે ઘરે બેઠા UPI ID ડિલીટ કરી શકો છો. ચાલો તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.

Google Pay

જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય, તો તમારે સૌથી પહેલા Google પરથી તમારી માહિતી ડિલીટ કરવાની રહેશે. આ માટે તમારે અન્ય કોઈપણ ફોનથી 18004190157 નંબર પર કોલ કરવાનો રહેશે. કસ્ટમર કેરને સમગ્ર ઘટના વિશે જાણ કરવાની રહેશે. કસ્ટમર કેર ઓફિસર તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોની ચકાસણી કરશે અને Google Pay પરથી UPI IDને બ્લોક કરશે.

PhonePe

જો તમે PhonePe પર UPI IDનો ઉપયોગ કરો છો, તો તેને બ્લોક કે ડિલીટ કરવા માટે તમારે 02268727374 અથવા 08068727374 પર કોલ કરવો પડશે. આ પછી તમારે કસ્ટમર કેર ઓફિસરને સંપૂર્ણ માહિતી આપવી પડશે. તમારી વિગતોની ચકાસણી થયા પછી, તમારા ફોનમાંથી UPI IDને બ્લોક અથવા ડિલીટ કરી દેશે.

Paytm 

જો તમે Paytm પર UPI IDનો ઉપયોગ કરો છો, તો તેને બ્લોક કે ડિલીટ કરવા માટે તમારે હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરવો પડશે. આ સિવાય, તમે Paytm વેબસાઈટ પર જઈને 24 X 7 હેલ્પના વિકલ્પ પર ક્લિક કરીને તમારી વિગતો આપી શકો છો. આમાં તમારે ફોન ખોવાઈ જવાની પોલીસ રિપોર્ટ પણ આપવી પડશે. આ પછી તમારું Paytm એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે.

આ સમાચાર શેર કરો