મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Driving Tips: રોડ રેજથી કેવી રીતે બચવું, દરેક ડ્રાઇવરે આ ખાસ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ

વાહન ચલાવતા કોઈ નાની ઘટનાથી અન્ય કોઈને નુકસાન થાય છે, તો તેને સામાન્ય ભાષામાં રોડ રેજની ઘટના

Driving Tips: રોડ રેજથી કેવી રીતે બચવું, દરેક ડ્રાઇવરે આ ખાસ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ

વાહન ચલાવતા કોઈ નાની ઘટનાથી અન્ય કોઈને નુકસાન થાય છે, તો તેને સામાન્ય ભાષામાં રોડ રેજની ઘટના કહેવામાં આવે છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે ક્યારેક બેદરકારી કે ભૂલથી બીજા વાહનને નુકસાન થાય છે. આજકાલ રોડ રેજના કિસ્સામાં લોકો કોઈનો જીવ પણ લઈ લે છે. આવી સ્થિતિમાં, ચાલો નીચે જોઈએ કે કેવી રીતે પોતાને રોડ રેજથી બચાવી શકાય.

રોડ રેજના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત, ડ્રાઇવર રસ્તા પર એટલો ગુસ્સે થઈ જાય છે કે તે કોઈને નુકસાન પહોંચાડે છે. આ રીતે તે ગુનેગાર બની જાય છે. રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનો મૂડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ડ્રાઈવર પહેલાથી જ થોડું ટેન્શન લઈને વાહન ચલાવતો હોય તો રોડ પર થોડું ટેન્શન પણ રોડ રેજની ઘટના તરફ દોરી શકે છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે રસ્તાઓ પર લાંબા જામ હોય છે, આવી સ્થિતિમાં જ્યારે પણ જામ ખુલે છે ત્યારે દરેક વ્યક્તિ આગળ વધવાનો પ્રયાસ કરે છે, આ દરમિયાન કોઈ પણ પ્રકારની અથડામણ રોડ રેજનું કારણ બની શકે છે.

ઘણા કિલોમીટરના ટ્રાફિક જામ દરમિયાન ઘણા ડ્રાઇવરો સતત તેમના હોર્નનો ઉપયોગ કરે છે, જેના કારણે રોડ રેજના કિસ્સાઓ બને છે.

રોડની રોંગ સાઇડથી આવતા વાહનોને કારણે ઘણા ડ્રાઇવરો એટલા ગુસ્સે ભરાય છે કે, તેઓ અન્ય ડ્રાઇવરોને રસ્તો જ નથી આપતા, જેના કારણે રોડ રેજના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે.

રોડ રેજથી કેવી રીતે બચવું, જાણો ટિપ્સ

  • જો તમે રસ્તા પર લાંબા ટ્રાફિક જામમાં અટવાઈ જાઓ છો, તો રોડ રેજથી બચવા માટે તમારું મન શાંત રાખો. ગૂગલ મેપની મદદથી તમે જે રૂટ પર જવા માગો છો તેના પર ટ્રાફિકની સ્થિતિ અગાઉથી તપાસો.
  • જો રસ્તા પર લાંબા ટ્રાફિક જામના કિસ્સામાં કોઈ વિકલ્પ બાકી ન હોય, તો પછી કોઈપણ ઉતાવળ ટાળો.
  • જો રસ્તા પર લાંબો ટ્રાફિક જામ હોય તો કારમાં બેસવાને બદલે કારમાંથી બહાર નીકળીને તાજી હવાનો આનંદ માણો.
  • જો કોઈ તમારી સાથે રસ્તામાં જાણીજોઈને દલીલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો તેનાથી દૂર રહેવાનો પ્રયાસ  કરો. જરૂર પડે તો પોલીસની મદદ લો.
  • રસ્તા પર નીકળતા પહેલા તમારા વાહનની ફિટનેસ તપાસો. જો વાહન સારી સ્થિતિમાં હશે તો અકસ્માતની શક્યતા ઘટી જશે. આવી સ્થિતિમાં રોડ રેજની શક્યતા પણ ઓછી રહેશે.
  • ક્યારેય નાશયુક્ત પ્દર્થનું સેવન કરી વાહન ચલાવવું નહીં. જો તમે દારૂ પીને વાહન ચલાવો છો તો રોડ રેજ થવાની શક્યતા વધી જાય છે.

આ સમાચાર શેર કરો