કારમાં વધુ AC ચલાવવાથી માઇલેજમાં કેટલો ફરક પડે છે?
ઉનાળાની ઋતુમાં વાહન ચલાવવું થોડું મુશ્કેલી ભર્યું હોય છે. તેમાં પણ કાર ચલાવવી ખૂબ જ મુશ્ક

ઉનાળાની ઋતુમાં વાહન ચલાવવું થોડું મુશ્કેલી ભર્યું હોય છે. તેમાં પણ કાર ચલાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે. કાળઝાળ ગરમીમાં ગરમ કારમાં બેસવું અત્યંત અસહ્ય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો કારમાં બેસતાની સાથે જ એસી ચાલુ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે કારનું AC ચાલુ કરવાથી કારની માઈલેજમાં કેટલો ફરક પડે છે?
ઓટો એક્સપર્ટના મતે કારમાં વધુ એસી ચલાવવાથી માઈલેજ પર 5 થી 7 ટકા જ અસર થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ જરૂર પડે ત્યારે કારમાં એસીનો ઉપયોગ કરવામાં કોઈ નુકસાન નથી. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ACને વારંવાર ચાલુ કે બંધ કરવાથી સિસ્ટમમાં ખામી સર્જાઈ શકે છે.
આ રીતે કાળજી લો
જો તમારી પાસે ઓટોમેટિક એસી અથવા ક્લાઈમેટ કંટ્રોલવાળી કાર હોય તો ACને ધીમો રાખો અને જ્યારે તમારી કાર થોડી સ્પીડ પકડે ત્યારે તેની સ્પીડ વધારી દો. આમ કરવાથી કાર સંપૂર્ણ રીતે ઠંડી થઈ જશે અને AC પર વધારે અસર નહીં થાય.
બારી ખુલ્લી રાખો : જો તમે તડકામાં કારમાં મુસાફરી કરી રહ્યા હોવ તો કારનું AC હાઈ સ્પીડ પર ચલાવો. આ સાથે થોડીવાર માટે બારીઓ ખુલ્લી રાખો.
AC ગરમ હવાને બહાર કાઢશે કારમાં હવાના અભાવે કારની કેબિન ગરમ થવા લાગે છે. ગરમ હવા ઓછી કરવા માટે કારની બારી સહેજ ખોલો. AC કારમાં હાજર ગરમ હવાને બહાર કાઢશે અને કાર યોગ્ય રીતે ઠંડી થશે.
તમે કાર ચાલુ કરો કે તરત જ રિસર્ક્યુલેશન મોડને બંધ કરો, જેથી ગરમ હવા વેન્ટિલેશન દ્વારા બહાર આવે. બાદમાં, જ્યારે હવા ઠંડી થઈ જાય, ત્યારે રિસર્ક્યુલેશન મોડ ચાલુ કરો, આનાથી કેબિનમાં ઠંડી હવા ફરતી રહેશે.
નિયમિત મેન્ટેનન્સ : કાર અને એસીની નિયમિત જાળવણી કરતા રહો. જો AC માં કોઈ સમસ્યા હોય તો તરત જ તેનું કોમ્પ્રેસર ચેક કરાવો.








