ACને કેટલા સમય સુધી ચલાવ્યા પછી તેને બંધ કરવું જોઈએ, શું વારંવાર ચાલુ-બંધ કરવાથી નુકસાન થશે?
ACમાં જે આરામ મળે છે તે કૂલરમાં ચોક્કસપણે નથી મળતો. ACની ઠંડકની વાત જ કંઈક અલગ હોય છે. હીટવેવના કારણે

ACમાં જે આરામ મળે છે તે કૂલરમાં ચોક્કસપણે નથી મળતો. ACની ઠંડકની વાત જ કંઈક અલગ હોય છે. હીટવેવના કારણે એસીના કોમ્પ્રેસરને ભારે અસર થઈ રહી છે અને તેના કારણે જ એસીમાં આગ લાગવાના અહેવાલો અવારનવાર સામે આવ્યાં હતાં. AC કોમ્પ્રેસરમાં આગ લાગવાના ઘણા કારણો હોઈ શકે છે જેનો સીધો સંબંધ ઉચ્ચ ગરમી સાથે છે.
ગરમીથી બચવા માટે ઘણા લોકો એવા હોય છે જે આખો દિવસ ACની સામે બેસી રહેવા માંગતા હોય છે. આ કારણોસર તે આખો દિવસ એર કંડિશનર ચાલુ રાખે છે. પરંતુ આ તમારા અને એસી બંને માટે જોખમ ઊભું કરી શકે છે. ચાલો સમજીએ કે કેવી રીતે.
જો ACને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો કોમ્પ્રેસર વધુ ગરમ થવાનું જોખમ વધારે છે. તેથી એસીને વધુ સમય સુધી ચાલુ ન રાખવું જોઈએ. જે લોકોના ઘરમાં AC હોય છે, તેમાં બહુ ઓછા લોકો જાણતા હશે કે AC ચલાવ્યા પછી તેને કેટલા સમય સુધી બંધ રાખવો જોઈએ.
કયા સમયે બંધ કરવું જોઈએ?
AC નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો તમે લાંબા સમય સુધી AC ચલાવો છો તો તમારે દર એકથી બે કલાકે 5-7 મિનિટ માટે તેને બંધ કરવાનું યાદ રાખવું જોઈએ. આના કારણે, AC કોમ્પ્રેસર ઝડપથી ગરમ થશે નહીં, અને અતિશય ગરમીમાં આગ લાગવાનું જોખમ નથી રહેતું.
આ ઉપરાંત જો તમારું કોમ્પ્રેસર ખૂબ જૂનું થઈ ગયું હોય તો પણ વધુ ગરમ થવાનું જોખમ રહેલું છે. વધુ પડતા જૂના ACનું કોમ્પ્રેસર ઉનાળાની ઋતુમાં વધારે ગરમ થઈ શકે છે. કોમ્પ્રેસરની સમયસર સંભાળ અને જરૂરિયાત મુજબ બદલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.








