મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ગૂગલ મેપ તમને કેવી રીતે કરે છે ફોલો? જાણો તેનાથી બચવાના ઉપાય

આજના ડિજિટલ યુગમાં ગૂગલ મેપ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. તમે ક્યાંક ફરવા માંગતા હોવ અથવા કોઈ નવી જગ્યાની એક્સપ્લોર ક

ગૂગલ મેપ તમને કેવી રીતે કરે છે ફોલો? જાણો તેનાથી બચવાના ઉપાય

આજના ડિજિટલ યુગમાં ગૂગલ મેપ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. તમે ક્યાંક ફરવા માંગતા હોવ અથવા કોઈ નવી જગ્યાની એક્સપ્લોર કરવા માંગતા હોવ, ગૂગલ મેપ તમારી દરેક જરૂરિયાત પૂરી કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ મેપ તમારી દરેક એક્ટિવિટી પર નજર રાખે છે.

આ પણ વાંચો: હવે AI  રોકશે ભારતમાં રોડ અકસ્માત, IIT મદ્રાસે નવી ટેકનોલોજી બનાવી

ગૂગલ મેપ તમારા લોકેશન અને મૂવમેન્ટ વિશેની માહિતી એકત્રિત કરે છે, જે તે તમારા ગૂગલ એકાઉન્ટ સાથે લિંક કરે છે. આ માહિતી ફક્ત તમારા ટ્રાવેલ હિસ્ટ્રીને જ નથી રેકોર્ડ કરતી, પરંતુ તમારા રીઅલ-ટાઈમ લોકેશનને પણ ટ્રેક કરે છે. આ ડેટા ગૂગલને તમારા વર્તન અને ટેવોને સમજવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ તે બહેતર સેવા અને વ્યક્તિગત જાહેરાતો માટે કરે છે.

ગૂગલ મેપ તમને કેવી રીતે ટ્રેક કરે છે?

ગૂગલ મેપની લોકેશન સર્વિસ ફીચર જીપીએસ, વાઈ-ફાઈ અને મોબાઈલ નેટવર્ક દ્વારા કામ કરે છે. જ્યારે તમે તમારા સ્માર્ટફોન પર લોકેશન સર્વિસ ચાલુ કરો છો, ત્યારે ગૂગલ તમે જે કરો છો તે બધું રેકોર્ડ કરે છે. 'ટાઈમલાઈન' ફીચર દ્વારા, તમે જાતે જોઈ શકો છો કે ગૂગલ દ્વારા તમારું કયું લોકેશન સેવ કરવામાં આવ્યું છે.

છુટકારો મેળવવાનો માર્ગ

જો તમે નથી ઈચ્છતા કે ગૂગલ તમારી લોકેશન ટ્રેક કરે, તો નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

લોકેશન હિસ્ટ્રી બંધ કરો

તમારા ગૂગલ એકાઉન્ટ સેટિંગ્સ પર જાઓ અને લોકેશન હિસ્ટ્રીને બંધ કરો. આ સાથે, ગૂગલ ભવિષ્યમાં તમારી લોકેશન સેવ નહીં કરે.

લોકેશન સર્વિસ બંધ કરો

તમારા સ્માર્ટફોનની સેટિંગ્સમાં જાઓ અને લોકેશન સર્વિસને બંધ કરો.

ટાઈમલાઈન ડેટા ડિલીટ કરો

ગૂગલ મેપના 'ટાઈમલાઈન' વિભાગમાં જઈને તમારો જૂનો લોકેશન ડેટા ડિલીટ કરો.

ઈંકોગ્નીટો મોડનો ઉપયોગ કરો

ગૂગલ મેપમાં 'ઈંકોગ્નીટો' ચાલુ કરો. આ મોડ તમારી લોકેશન હિસ્ટ્રીને સેવ નથી કરતું. ટેક્નોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, પરંતુ પ્રાઈવેસી જાળવવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. તેથી, તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે સમય સમય પર આ સેટિંગ્સને જરૂર ચેક કરો.

આ સમાચાર શેર કરો