મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

હોન્ડાએ કારના સેફ્ટી ફીચર્સ વધાર્યા, કિંમતોમાં પણ થયો વધારો, જાણો વેરિએન્ટ મુજબ કિંમત

Honda has increased the safety features of its cars, know the increased price of different variants | હોન્ડા કાર્સ ઈન્ડિયાએ સિટી, સિટી હાઈબ્રિડ, અમેઝ અને એલિ

હોન્ડાએ કારના સેફ્ટી ફીચર્સ વધાર્યા, કિંમતોમાં પણ થયો વધારો, જાણો વેરિએન્ટ મુજબ કિંમત

હોન્ડા કાર્સ ઈન્ડિયાએ સિટી, સિટી હાઈબ્રિડ, અમેઝ અને એલિવેટ મિડ-સાઈઝ એસયુવી સહિત તેની આખી રેન્જમાં કેટલાક નવા સેફ્ટી ફીચર્સ ઉમેર્યા છે. જેમાં હોન્ડા એલિવેટ અને સિટી સેડાન હવે 6 એરબેગ્સ, તમામ 5 સીટો માટે સીટ બેલ્ટ રિમાઇન્ડર અને 3 પોઈન્ટ ઈમરજન્સી લોકિંગ રિટ્રેક્ટર સીટ બેલ્ટથી સજ્જ છે.

કયા ફીચર્સ ઉમેર્યા?
હોન્ડા એલિવેટમાં પાંચેય પેસેન્જર્સ માટે એડજસ્ટેબલ હેડ રેસ્ટ્રેન્ટની સાથે-સાથે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર વેનિટી મિરર્સ પણ આપ્યા છે. કંપનીએ 7-ઇંચ TFT ડિસ્પ્લે સાથે ડિજી-એનાલોગ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર પણ ઉમેર્યું છે. જ્યારે સિટી સેડાન બેઝ વેરિઅન્ટમાં ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ માટે નવું 4.2-ઇંચ TFT ડિસ્પ્લે મળે છે. VX મિડ-ટ્રીમને હવે 8-સ્પીકર પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને રિયર સનશેડ સાથે આપવામાં આવે છે.

કિંમતોમાં પણ વધારો થયો
નવા ફીચર્સ ઉમેરાવાની સાથે હોન્ડા એલિવેટ અને સિટી બંનેની કિંમતોમાં વધારો થયો છે. એલિવટ એસયુવીની એક્સ-શોરૂમ કિંમત હવે રૂ. 11.91 લાખથી રૂ. 16.43 લાખની વચ્ચે છે, જેમાં બેઝ વેરિઅન્ટની કિંમત રૂ. 22,000 વધી છે. જ્યારે સિટી સેડાનની કિંમત હવે રૂ. 12.08 લાખથી રૂ. 16.35 લાખની વચ્ચે છે. અગાઉ તેની એક્સ-શોરૂમ કિંમત 11.82 લાખથી 16.30 લાખ રૂપિયાની વચ્ચે હતી.

એન્જિન
હોન્ડા સિટી અને એલિવેટને સમાન 1.5-લિટર 4-સિલિન્ડર નેચરલી-એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે જે 121bhp પાવર અને 145Nm ટોર્ક જનરેટ કરે છે. તેના ટ્રાન્સમિશન વિકલ્પોમાં 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિકનો સમાવેશ થાય છે. કંપની દાવો કરે છે કે એલિવેટનું મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટ 15.31kmplની માઈલેજ આપવામાં સક્ષમ છે, જ્યારે CVT 16.92kmplની માઈલેજ આપે છે.

હોન્ડા સિટી e:HEV
હોન્ડા સિટી e:HEV હવે સિંગલ રેન્જ-ટોપિંગ ZX વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 20.55 લાખ છે. આ સિવાય, હોન્ડાએ અમેઝ સેડાનના એન્ટ્રી-લેવલ E વેરિઅન્ટને બંધ કરી દીધું છે. આ નાની સેડાનની કિંમત હવે 7.93 લાખ રૂપિયાથી 9.86 લાખ રૂપિયાની વચ્ચે છે. બંને મોડલ હવે તમામ 5-સીટ માટે સીટ બેલ્ટ રિમાઇન્ડરથી સજ્જ છે. સિટી હાઇબ્રિડમાં 1.5L મજબૂત હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન છે જેનું કમ્બાઇન્ડ પાવર આઉટપુટ 126bhp છે. જ્યારે અમેઝમાં 90bhp, 110Nm, 1.2L 4-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે.

જાણો વેરિઅન્ટ મુજબ કિંમતોમાં કેટલો વધારો થયો

  • હોન્ડા એલિવેટ SV MT અગાઉ 11,57,900 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 33,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 11,91,000 રૂપિયા થઈ ગઈ છે.
  • હોન્ડા એલિવેટ V MT અગાઉ 12,30,900 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 44,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 12,71,000 રૂપિયા થઈ ગઈ છે.
  • હોન્ડા એલિવેટ V CVT અગાઉ રૂ. 13,40,900ની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 30,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 13,71,000 રૂપિયા થઈ ગઈ છે.
  • હોન્ડા એલિવેટ VX MT અગાઉ 13,69,900 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 40,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 14,10,000 રૂપિયા થઈ ગઈ છે.
  • હોન્ડા એલિવેટ VX CVT અગાઉ રૂ. 14,79,900ની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 30,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 15,10,000 રૂપિયા થઈ ગઈ છે.
  • હોન્ડા એલિવેટ ZX MT અગાઉ રૂ. 15,09,900ની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 31,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 15,41,000 રૂપિયા થઈ ગઈ છે.
  • હોન્ડા એલિવેટ ZX CVT અગાઉ રૂ. 16,19,900ની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ હતી. પરંતુ હવે 23,100 રૂપિયાના વધારા બાદ તેની કિંમત 16,43,000 રૂપિયા થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો