મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Jioનો શાનદાર પ્લાન, એકવાર રિચાર્જ કરાવો તો આખું વર્ષ ફ્રીમાં મળશે આ ખાસ સુવિધા

Jio તેના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક રેન્જના પ્લાન ઓફર કરે છે. જો કોઈ ઈચ્છે તો તે એક મહિનાની વેલિડિટી સાથેન

Jioનો શાનદાર પ્લાન, એકવાર રિચાર્જ કરાવો તો આખું વર્ષ ફ્રીમાં મળશે આ ખાસ સુવિધા

Jio તેના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક રેન્જના પ્લાન ઓફર કરે છે. જો કોઈ ઈચ્છે તો તે એક મહિનાની વેલિડિટી સાથેનો પ્લાન લઈ શકે છે અને જે લોકો આખા વર્ષ માટે પ્લાન શોધી રહ્યા છે તેમના માટે કંપની ખાસ પ્લાન પણ ઓફર કરે છે. એવામાં જો તમે પણ દર મહિનાની ઝંઝટથી બચવા માંગતા હોવ અને સારા પ્લાનની શોધમાં છો, તો Jio તમારા માટે એક ખાસ પ્લાન ઓફર કરે છે. Jioના ઓફિશિયલ પેજ પરથી જાણવા મળે છે કે કંપની ગ્રાહકોને 3227 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે.

Jioના 3227 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે એકવાર તમે આ પ્લાન સાથે રિચાર્જ કરાવો તો તમને આખા વર્ષની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવશે અને આ ડેટા 365 દિવસમાં વધીને 730 જીબી થઈ જશે.

ખાસ વાત એ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને 1 વર્ષ માટે Amazon Prime Videoનું સબસ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. જો કે, નોંધનીય બાબત એ છે કે આ પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન તરીકે આપવામાં આવશે. આ સિવાય Jio Cinema, JioCloud, Jio TVની ઍક્સેસ પણ આપવામાં આવશે. આ પ્લાન સાથે ગ્રાહકોને ફ્રી કોલિંગનો લાભ પણ આપવામાં આવે છે.

આ પ્લાન પણ એક વર્ષ સુધી ચાલશે…

3227 રૂપિયાના પ્લાન સિવાય, Jio બે વધુ પ્લાન પણ ઓફર કરે છે, જેની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનની કિંમત 2999 રૂપિયા અને 3333 રૂપિયા છે.

Jioના 2999 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2.5 GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 1 વર્ષની છે. પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે Jio TV, Jio Cinema અને Jio Cloudની ઍક્સેસ પણ આપવામાં આવી છે.

બીજી તરફ Jioના 3333 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટાનો લાભ આપવામાં આવે છે. પ્લાનમાં માત્ર ફ્રી કૉલિંગ જ ઉપલબ્ધ છે જ સાથે તમે Jio Cinema, Jio TV, Jio Cloud અને ફેન કોડના લાભો પણ મેળવી શકો છો.

આ સમાચાર શેર કરો