મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

GPS કે Non-GPS સ્માર્ટ વોચ: બન્નેમાંથી કયું લેવું વધુ યોગ્ય? જાણો ફાયદા અને ગેરફાયદા

આજે માર્કેટમાં ઘણાં સ્માર્ટ વોચ ઉપલબ્ધ છે. ઘણાં સ્માર્ટવોચ તો એવા હોય છે જે ફક્ત કહે

GPS કે Non-GPS સ્માર્ટ વોચ: બન્નેમાંથી કયું લેવું વધુ યોગ્ય? જાણો ફાયદા અને ગેરફાયદા

આજે માર્કેટમાં ઘણાં સ્માર્ટ વોચ ઉપલબ્ધ છે. ઘણાં સ્માર્ટવોચ તો એવા હોય છે જે ફક્ત કહેવા પૂરતા સ્માર્ટ વોચ હોય છે. આ વોચમાં એનો સમાવેશ થાય છે જેમાં ફીચર નામ સુદ્ધા નથી હોતા. એટલે કે ફક્ત ડિજીટલ સ્ક્રીન આપી દીધી હોય છે અને કહેવા પૂરતાં સ્ટેપની ગણતરી અને હાર્ટ રેટ માપી શકાતું હોય છે. એ એટલાં ચોક્કસ નથી હોતા. આ પ્રકારના વોચ 1000થી 1500 રૂપિયા સુધીમાં મળી જતાં હોય છે. આ એવા જ વોચ હોય છે જે મોબાઇલ સાથે કનેક્ટ થવા છતાં પણ GPSનો ઉપયોગ નથી કરતાં. આથી આ વોચ ફક્ત કહેવા પૂરતાં સ્માર્ટ હોય છે.

GPS અને Non-GPS એમ બે પ્રકારના વોચ હોય છે. GPS વોચમાં ઇન-બિલ્ટ GPS હોય છે જ્યારે Non-GPS વોચ મોબાઇલ સાથે કનેક્ટ થયા બાદ મોબાઇલના GPSનો ઉપયોગ કરે છે. આથી બેમાંથી કયુ વોચ પસંદ કરવું એ નક્કી કરવું જરૂરી છે. તેમ જ બન્નેના ફાયદા અને ગેરફાયદા પણ છે.

GPS સ્માર્ટવોચ

ફાયદા : એકદમ ચોક્કસ ડેટા ટ્રેકિંગ માટે GPS ખૂબ જ જરૂરી છે. લોકેશન, ડિસ્ટન્સ અને સ્પીડની સાથે આઉટડોર એક્ટિવિટી જેવી કે સાઇક્લિંગ, રનિંગ અને હાઇકિંગ માટે આ વોચ ખૂબ જ કામ આવી શકે છે. આ તમામ ડેટાને ચોક્કસ માપવાની સાથે નેવિગેશન માટે પણ એ એટલું જ જરૂરી બની શકે છે. ઉદાહરણ તરીકે કોઈ અજાણી જગ્યા પર ટ્રેકિંગ પર ગયા હોઉં અને શરૂઆત ક્યાંથી કરી હતી અને ફરી એજ જગ્યા પર આવવું હોય તો આ ફીચર કામ આવી શકે છે. તેમ જ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે પણ એ જરૂરી છે. ફિટનેસને લગતાં ડેટા એટલે કે કેટલા સ્ટેપ ચાલ્યા અને કેટલી કેલરી બર્ન થઈ એ પણ દેખાડશે. તેમ જ ચાલવા માટે નિકળ્યા હોય તો એ મેપ પણ દેખાડશે કે ક્યાંથી શરૂ કરીને ક્યાં સુધી ચાલવા ગયા હતા. હાઇકિંગ દરમ્યાન દરિયાના લેવલથી કેટલી ઊંચાઈ સુધી ગયા અને કેટલો સમય લાગ્યો જેવી દરેક માહિતી મળી રહેશે. આ સાથે જ ઇમરજન્સીમાં SOS સર્વિસ દ્વારા લોકેશન પણ જાણી શકાશે જેથી યુઝરના ઘરની વ્યક્તિ તેમને શોધી શકે. આ માટે મોબાઇલ સાથે ન હોય તો પણ વાંધો નહીં. આ વોચ ટ્રાવેલર અને હાઇકિંગના શોખિન માટે બેસ્ટ છે.

ગેરફાયદા : GPSને કારણે બેટરીનો ખૂબ જ વધુ ઉપયોગ થાય છે અને એને કારણે એ જલદી પૂરી થઈ જવાના ચાન્સ વધુ છે. આથી લાંબા સમય માટે ટ્રેકિંગ પર ગયા હોઉં ત્યારે બેટરી બેકઅપ સાથે રાખવું પડી શકે છે. આ સ્માર્ટવોચ મોટાભાગે મોંઘા આવતાં હોય છે કારણ કે એમાં GPS જેવા ઘણાં એડિશનલ હાર્ડવેર આવે છે.

Non-GPS સ્માર્ટવોચ

ફાયદા : આ સ્માર્ટવોચમાં GPS ન હોવાથી ખૂબ જ બેટરી લાઇફ હોય છે. ઘણાં સ્માર્ટવોચ તો બે-ત્રણ દિવસનું પણ બેટરી બેકઅપ આપે છે. આ વોચને ઉપયોગ કરવાનું પણ ખૂબ જ સરળ હોય છે કારણ કે એમાં વધુ ફીચર નથી આવતાં. તેમ જ એ મોબાઇલ સાથે કનેક્ટ હોવાથી દરેક ડેટા મોબાઇલના જ ઉપયોગમાં લે છે. Non-GPS સ્માર્ટવોચ ખૂબ જ સસ્તા હોય છે. બે હજારથી લઈને ચાર-પાંચ હજાર સુધીમાં તો જોઈએ એવા મળી જાય છે. 

ગેરફાયદા : GPS ન આવતું હોવાથી મોબાઇલના GPSનો ઉપયોગ કરે છે પરિણામે મોબાઇલની બેટરી જલદી પૂરી થાય છે. મોબાઇલમાં લોકેશન સર્વિસ બંધ હોય, પરંતુ વોચની એપ્લિકેશનને પરવાનગી આપી હોય તો પણ GPSનો ઉપયોગ થતો રહે છે. પરિણામે મોબાઇલની બેટરી પર અસર થાય છે. હેલ્ધ ડેટા ટ્રેકિંગ અથવા તો રનિંગ અને હાઇકિંગ જેવા ડેટા મોબાઇલની મદદથી મળે છે. આ ડેટા ચોક્કસ નથી હોતા. GPS સ્માર્ટવોચમાં ચોક્કસ સ્ટેપ દેખાડશે ત્યારે Non-GPSમાં એવરેજ સ્ટેપ્સ દેખાડશે. તેમ જ બની શકે બન્ને વોચના સ્ટેપમાં પણ ફરક હોય.

કયું વોચ પસંદ કરવું?

ફિટનેસ ટ્રેકિંગ અને આઉટડોર એડ્વેન્ચર પસંદ હોય તેમણે હંમેશાં GPS વોચ પસંદ કરવું કારણ કે એમાં ડેટા ચોક્કસ હોય છે અને નેવિગેશન ફીચર પણ હોય છે. હેલ્ધને મોનિટર કરવા અને ફક્ત મોબાઇલના નોટિફિકેશન્સ પણ વોચમાં જોનાર વ્યક્તિ માટે Non-GPS સ્માર્ટવોચ યોગ્ય રહેશે કારણ કે એ સસ્તુ હોવાની સાથે બેટરી બેકઅપ પણ સારું આપશે. GPS વોચ માટે જર્મિન અને એપલ વોચ સીરિઝબેસ્ટ છે. સેમસંગ ગેલેક્સી વોચ સીરિઝપણ સારી છે અને એમાં સેમસંગ ગેલેક્સી વોચ FE બજેટમાં આવે છે જેમાં બિલ્ટ-ઇન GPS છે. જોકે Non-GPS માટે નોઇસ કલરફિટ પ્રો 5 અને ફિટબિટ પણ લઈ શકાય છે.

આ સમાચાર શેર કરો