મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

સરકારનો EV ઇંડસ્ટ્રીઝને ફટકો, સબસિડી વધારવાની યોજનાને નકારી

ઇલેક્ટ્રિક વાહનની ઇકોસિસ્ટમને સરકારે વધુ એક ફટકો આપ્યો છે. હેવી ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટ્રીએ

સરકારનો EV ઇંડસ્ટ્રીઝને ફટકો, સબસિડી વધારવાની યોજનાને નકારી

ઇલેક્ટ્રિક વાહનની ઇકોસિસ્ટમને સરકારે વધુ એક ફટકો આપ્યો છે. હેવી ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટ્રીએ EVની વિવિધ શ્રેણીઓ માટે સબસિડી વધારવાની કોઈપણ યોજનાને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

2 ઓગસ્ટ, શુક્રવારે સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન કેન્દ્રીય હેવી ઇંડસ્ટ્રીઝના મંત્રી એચ ડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે EV વેચાણમાં કોઈ મંદી ન હોવાથી ઇલેક્ટ્રિક વાહન(EV)ની શ્રેણીમાં સબસિડી વધારવા માટે કેન્દ્રની હાલ કોઈ વિચારણા નથી. કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે, ઓટો સેક્ટર માટે પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ(PLI) સ્કીમના માપદંડમાં સુધારો કરવાની કોઈ તાત્કાલિક યોજના નથી.

વધુમાં કુમારસ્વામીએ સંસદને એમ પણ જણાવ્યું કે FAME (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ) ઈન્ડિયા સ્કીમના બીજા તબક્કા હેઠળ, 31 જુલાઈ, 2024 સુધીમાં OEM દ્વારા સબસિડીની ભરપાઈ માટે ₹6,825 કરોડના 16,71,606 ઈલેક્ટ્રિક વ્હિકલના દાવા સબમિટ કરવામાં આવ્યા છે.

વધુમાં, વિવિધ શહેરો / STU / રાજ્ય સરકારને 6862 ઇલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી હતી. જે FAME II સ્કીમ અંતર્ગત મંજૂર થયેલી છે.

કુમારસ્વામીએ ઉમેર્યું હતું કે, 6,862 ઈ-બસમાંથી, 31મી જુલાઈ, 2024 સુધી 4,853 ઈ-બસો પૂરી પાડવામાં આવી છે.

દરમિયાન, હેવી ઇંડસ્ટ્રીયલ મિનીસ્ટ્રીએ તાજેતરમાં કામચલાઉ ઇલેક્ટ્રિક વાહન યોજનાને બે મહિના માટે લંબાવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ(EMPS) 1 એપ્રિલ 2024ના રોજ ₹500 કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવી હતી.

માર્ચમાં FAME II સ્કીમની સમાપ્તિ બાદ EMPSની શરૂઆતમાં માત્ર ચાર મહિના માટે આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે નવી FAME સ્કીમની જાહેરાત માત્ર ચૂંટણી પછી જ થઈ શકે છે.

સરકારે FAME III માટે ₹10,000 કરોડના ખર્ચ સાથે ડ્રાફ્ટ દરખાસ્ત તૈયાર કરી છે, સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં થોડો લાંબો સમય લાગી શકે છે.

આ સમાચાર શેર કરો