મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ભારત માટે Googleની મોટી જાહેરાત, ગુજરાતી પછી હવે હિન્દીમાં પણ વાત કરશે Gemini

Google For India ઇવેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન Google તરફથી એક

ભારત માટે Googleની મોટી જાહેરાત, ગુજરાતી પછી હવે હિન્દીમાં પણ વાત કરશે Gemini

Google For India ઇવેન્ટનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન Google તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી. કંપનીએ જણાવ્યું કે હવે Googleનું Gemini Live હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે. અત્યાર સુધી આ ગુજરાતી સહિત આઠ ભાષાને સપોર્ટ કરે છે. આ સપોર્ટ બાદ હવે ભારતીય યૂઝર્સ હિન્દીમાં સવાલ કરશે અને સલાહ લઇ શકશે.

Google For India દરમિયાન કંપનીએ એક લાઇવ ડેમો પણ બતાવ્યો હતો. આ દરમિયાન એક મહિલા પોતાની લેટેસ્ટ જોબ ઓફર વિશે Geminiને પૂછે છે. તે બાદ Gemini બોલીને તેમને સલાહ આપે છે. 

શું છે Gemini Live?

Gemini Live એક મૉર્ડન આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ વર્જન છે. મોબાઇલ યૂઝર્સ તેની સાથે એક વ્યક્તિની જેમ વાતચીત કરી શકશે.

Google પાસેથી લઇ શકશો લોન

હવે Google App પર હવે 5 લાખ રૂપિયાની નોર્મલ લોન લઇ શકશો અને 50 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન પણ લઇ શકશો. આ સિવાય Googleએ Apollo હૉસ્પિટલ સાથે પાર્ટનરશિપ કરી છે. અહીં તે 800થી વધુ Health Knowledge Panels બનાવશે, જેની મદદથી તે યૂઝર્સને હિન્દી અને અંગ્રેજીમાં જાણકારી આપશે.

આ સમાચાર શેર કરો