ફોન સ્વીચ ઓફ હશે તો પણ થઈ જશે ટ્રેક, ગૂગલ લાવ્યું છે ખૂબ જ ઉપયોગી ફીચર
ગૂગલે લાંબા સમય બાદ આખરે Find My Device Network લોન્ચ કર્યું છે. જો કે, ગૂગલે ગયા વર્ષે જ Find My Device Networkની જ

ગૂગલે લાંબા સમય બાદ આખરે Find My Device Network લોન્ચ કર્યું છે. જો કે, ગૂગલે ગયા વર્ષે જ Find My Device Networkની જાહેરાત કરી હતી અને ત્યારથી જ સતત તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, Find My Device Network ટુંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે. ‘Find My Device Network’ એપલની ફાઈન્ડ માય એપની જેમ કામ કરશે અને તેના દ્વારા મોબાઇલ સિવાય અન્ય સ્માર્ટ ગેજેટ્સને પણ ટ્રેક કરી શકાશે.
અબજો એન્ડ્રોઇડ યુઝર્સને થશે ફાયદો
ગૂગલે Find My Device Networkની માહિતી તેના બ્લોગ દ્વારા આપી છે. ગૂગલ Find My Device Networkની શરૂઆત અમેરિકા અને કેનેડાથી થઈ છે અને તેનું અપડેટ અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ સાથે Googleએ તેના બ્લોગમાં કહ્યું છે કે, Find My Device Networkની મદદથી તમે તમારા એન્ડ્રોઈડ ડિવાઇસને સરળતાથી અને સુરક્ષિત રીતે શોધી શકશો.
ઓફલાઇન મોડમાં પણ કરશે કામ
સામાન્ય રીતે દરેક યુઝર્સને સૌથી મોટી મુશ્કેલી ઓફલાઈન મોડમાં જ પડતી હોય છે. ગૂગલે આ સમસ્યાને Find My Device Network દ્વારા દૂર કરી દીધી છે. ગૂગલે કહ્યું છે કે ‘Find My Device Network’ થી કનેક્ટેડ ડિવાઇસને ટ્રેક કરવા માટે હવે ડિવાઇસનું ઈન્ટરનેટ કનેક્શન નહીં હોય તો પણ કામ કરશે. Pixel 8 અને Pixel 8 Pro યુઝર્સ ફોન બંધ થયા પછી પણ તેમના ફોનને ટ્રેક કરી શકશે. પિક્સેલ સિવાય તેનો સપોર્ટ ટૂંક સમયમાં અન્ય કંપનીઓના ફોન અને ગેજેટ્સમાં પણ મળી રહેશે.








