ગૂગલે કરોડો YouTube યુઝર્સને આપ્યો ઝટકો, હવે મોંઘા પડશે એડ ફ્રી વીડિયો જોવા
ગૂગલે ભારતમાં કરોડો YouTube યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ તેના વીડિયો પ્લેટફોર્મના પ્રીમિયમ સ

ગૂગલે ભારતમાં કરોડો YouTube યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ તેના વીડિયો પ્લેટફોર્મના પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન મોંઘા કરી દીધા છે. યુઝર્સે હવે YouTube પ્રીમિયમ માટે પહેલા કરતા વધુ ખર્ચ કરવો પડશે. ગૂગલે તમામ માસિક, ત્રિમાસિક અને વાર્ષિક પ્લાનના દરમાં વધારો કર્યો છે. યુઝર્સે યુટ્યુબ પર એડ ફ્રી વીડિયો જોવા માટે વધુ ખર્ચ કરવો પડશે.
ગૂગલ ઈન્ડિયાએ યુટ્યુબ પ્રીમિયમ વેબસાઈટ પર નવા સુધારેલા પ્લાનના દરો અપલોડ કર્યા છે. યુટ્યુબના તમામ ઈન્ડિવિજ્યુઅલ, સ્ટુડન્ટ અને ફેમિલી પ્લાનના રેટ 200 રૂપિયા સુધી મોંઘા થયા છે.
નવા YouTube પ્રીમિયમ દરો
યુટ્યુબ પ્રીમિયમના 79 રૂપિયા પ્રતિ માસ સ્ટુડન્ટ પ્લાન માટે, યુઝર્સને હવે દર મહિને 89 રૂપિયા ખર્ચવા પડશે. આ પ્લાનના દરમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્ડિવિજ્યુઅલ માસિક પ્લાન માટે, યુઝર્સને હવે દર મહિને 20 રૂપિયા વધુ ખર્ચવા પડશે. 129 રૂપિયા પ્રતિ મહિનાના ઈન્ડિવિજ્યુઅલ પ્લાન માટે, યુઝર્સને હવે દર મહિને 149 રૂપિયા ખર્ચવા પડશે.
યુટ્યુબ પ્રીમિયમના ફેમિલી પ્લાન માટે હવે યુઝર્સને દર મહિને 110 રૂપિયા વધુ ખર્ચવા પડશે. દર મહિને 189 રૂપિયાનો આ પ્લાન હવે 299 રૂપિયાનો થઈ ગયો છે. ઈન્ડિવિજ્યુઅલ પ્રીપેડ માસિક પ્લાન માટે, યુઝર્સને હવે દર મહિને 20 રૂપિયા વધુ ખર્ચવા પડશે. 139 રૂપિયાના માસિક પ્લાન માટે યુઝર્સને હવે દર મહિને 159 રૂપિયા ખર્ચવા પડશે.
યુઝર્સને હવે ઈન્ડિવિજ્યુઅલ ત્રિમાસિક પ્રીપેડ પ્લાન માટે 60 રૂપિયા વધુ ખર્ચવા પડશે. 399 રૂપિયાના પ્લાનની કિંમત હવે 459 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ઈન્ડિવિજ્યુઅલ વાર્ષિક પ્રીપેડ પ્લાન માટે, 200 રૂપિયા વધુ ખર્ચવા પડશે. 1290 રૂપિયાના પ્લાન માટે યુઝર્સને હવે 1490 રૂપિયા ખર્ચવા પડશે.
| પ્લાન | જૂની કિંમત | નવી કિંમત | વધારો |
| સ્ટુડન્ટ (મંથલી) | 79 રૂપિયા | 89રૂપિયા | 10 રૂપિયા |
| ઈન્ડિવિજ્યુઅલ (મંથલી) | 129 રૂપિયા | 149 રૂપિયા | 20 રૂપિયા |
| ફેમિલી (મંથલી) | 189 રૂપિયા | 299 રૂપિયા | 110 રૂપિયા |
| ઈન્ડિવિજ્યુઅલ મંથલી (પ્રીપેડ) | 139 રૂપિયા | 159 રૂપિયા | 20 રૂપિયા |
| ઈન્ડિવિજ્યુઅલ ક્વાર્ટરલી(પ્રીપેડ) | 399 રૂપિયા | 459 રૂપિયા | 60 રૂપિયા |
| ઈન્ડિવિજ્યુઅલ એન્યુઅલ (પ્રીપેડ) | 1290 રૂપિયા | 1490 રૂપિયા | 200 રૂપિયા |








