ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાની સુવર્ણ તક, ડિસ્કાઉન્ટની છેલ્લી તારીખ પહેલા ખરીદો
ઓલા ઈલેક્ટ્રીકએ આ મહિને તેના સ્કૂટર પર શાનદાર ઓફર જાહેર કરી છે. જુલાઈ મહિનામાં Ola ઇલેક્ટ્રિક સ્કૂટર પર બમ્પર

ઓલા ઈલેક્ટ્રીકએ આ મહિને તેના સ્કૂટર પર શાનદાર ઓફર જાહેર કરી છે. જુલાઈ મહિનામાં Ola ઇલેક્ટ્રિક સ્કૂટર પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફરના કારણે ઇલેક્ટ્રિક સ્કૂટરની ખરીદી પર 20 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ ઓફર Olaના S1 Pro, S1 Air, S1 પર આપવામાં આવી રહી છે ઓલાની આ ઓફરની અંતિમ તારીખ 17મી જુલાઈ છે.
ઓલા એસ1 પ્રો અને એસ1 એર
Ola S1 Pro અને S1 એર ઇલેક્ટ્રિક સ્કૂટર બંને પર 15,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઓલાનું કહેવું છે કે આ સ્કૂટર્સ પર 17 જુલાઈ સુધી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે.
Ola લાઇન-અપમાં સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર S1 Pro છે. Ola S1 Proની એક્સ-શોરૂમ કિંમત 1.29 લાખ રૂપિયા છે. જ્યારે Ola S1 Airની એક્સ-શોરૂમ કિંમત 1.01 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ગયા મહિને પણ ઓલાના આ બંને સ્કૂટર પર આ જ ઑફર જાહેર કરવામાં આવી હતી.
ઓલા S1
Ola S1 પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ સ્કૂટરની ખરીદી પર 12,500 રૂપિયા બચાવી શકાય છે. ઓલાના ઇલેક્ટ્રિક સ્કૂટરની યાદીમાં આ EVની કિંમત સૌથી ઓછી છે. આ સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 75 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આ સ્કૂટર બે બેટરી પેકના વિકલ્પ સાથે બજારમાં ઉપલબ્ધ છે, જે એક જ ચાર્જિંગમાં 190 કિલોમીટરની રેન્જ આપે છે.
ઓલા S1
Ola S1 પર મહત્તમ 20 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ગયા મહિનાની સરખામણીએ આ EV પર 5,000 રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સ્કૂટર 3 kWh બેટરી પેક સાથે આવે છે, જેના કારણે આ EV એક જ ચાર્જિંગમાં 151 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 85 હજાર રૂપિયા છે.








