ક્રિકેટ રસિકોને પડશે મોજ, Ind vs Pakની વર્લ્ડ કપ મેચ જોવા આ રીતે મેળવો Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન
દુનિયામાં આજકાલ સ્માર્ટફોન એ સામાન્ય બાબત બની ગઈ છે. અને હવે તો ઈન્ટરનેટ યુઝર્સ માટે મોબાઇ

દુનિયામાં આજકાલ સ્માર્ટફોન એ સામાન્ય બાબત બની ગઈ છે. અને હવે તો ઈન્ટરનેટ યુઝર્સ માટે મોબાઇલ રિચાર્જ પ્લાન સાથે OTT એપ્સના સબ્સ્ક્રિપ્શનની પણ જરૂરિયાત વધતી ગઈ છે. ખાસ કરીને જે યુઝર્સ ક્રિકેટનો શોખ ધરાવે છે તેઓ સમયાંતરે ચોક્કસ OTT પ્લેટફોર્મનું ફ્રી સબસ્ક્રિપ્શન ઈચ્છતા હોય છે. પરંતુ ઘણાં યુઝર્સ જાણતા નથઈ કે ઘણી ટેલિકોમ કંપનીઓના પ્લાન સાથે જ OTT પ્લેટફોર્મનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ હોય છે.
મફત Disney Plus Hotstar સાથે યોજનાઓ
હાલમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની સંયુક્ત યજમાની હેઠળ T20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar (ડિઝની પ્લસ હોટસ્ટાર) પર કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા ક્રિકેટ પ્રેમીઓને રિચાર્જ પ્લાનની જરૂર છે જેમાં ડિઝની પ્લસ હોટસ્ટારનું મફત સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. Airtel કંપનીના કેટલાક એવા પ્રીપેડ રિચાર્જ પ્લાન છે. જેમાં તમને Disney Plus Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
એરટેલનો 499 રૂપિયાનો રિચાર્જ પ્લાન
એરટેલના આ પ્લાનની કિંમત 499 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સને દરરોજ 3GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા મળે છે. એરટેલના આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 100 SMS સાથે ત્રણ મહિના માટે Disney Plus Hotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ ઉપરાંત યુઝર્સને એરટેલ XTreamની સાથે 20થી વધુ OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ પણ મળે છે.
839 રૂપિયાનો રિચાર્જ પ્લાન
એરટેલના આ પ્લાનની કિંમત 839 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સને દરરોજ 2GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળે છે. આ સાથે અમર્યાદિત કૉલિંગ સાથે, દરરોજ 100 SMS, ઉપરાંત લગભગ 3 મહિના માટે Disney Plus Hotstarનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે. આ ઉપરાંત એરટેલ XTreamની મફત ઍક્સેસ પણ મળે છે, જેમાં યુઝર્સને 20થી વધુ OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ પણ મળે છે.
3,359 રૂપિયાનો પ્લાન
એક વર્ષની વેલિડિટીવાળા એરટેલના આ પ્લાનની કિંમત 3,359 રૂપિયા છે. જેમાં યુઝર્સને દરરોજ 2.5GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળે છે. અનલિમિટેડ કોલિંગ ઉપરાંત દરરોજના 100 SMS મળે છે. આ સાથે એક વર્ષ માટે Disney Plus Hotstarનું મફત સબ્સ્ક્રિપ્શન પણ 1 વર્ષ માટેનું મળે છે. આ સિવાય એરટેલ XTreamની મફત ઍક્સેસ મળતાં યુઝર્સને 20થી વધુ OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ પણ મળે છે.








