મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Tataથી લઇને Mahindra સુધી, આ ફેસ્ટિવ સીઝન ભારતમાં લૉન્ચ થશે આ નવી ગાડીઓ

ભારતમાં તહેવારોની સિઝન હંમેશા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખાસ હોય છે અને આ વખતે 2

Tataથી લઇને Mahindra સુધી, આ ફેસ્ટિવ સીઝન ભારતમાં લૉન્ચ થશે આ નવી ગાડીઓ

ભારતમાં તહેવારોની સિઝન હંમેશા ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખાસ હોય છે અને આ વખતે 2025માં પણ કાર કંપનીઓ નવી નવી ગાડીઓ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેની શરૂઆત સપ્ટેમ્બરમાં Marutiની નવી કોમ્પેક્ટ SUV Escudoથી થશે, જેને Arena શો રૂમ દ્વારા વેચવામાં આવશે.

આ SUV Grand Vitara કરતા થોડી સસ્તી અને નીચેની કેટેગરીમાં હશે. તે બાદ Maruti Suzukiની પ્રથમ ઇલેક્ટ્રિક SUV-eVX (eVitara)ને પણ લૉન્ચ કરવામાં આવશે, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે.

Maruti Escudo 

મારૂતિ સુઝુકી આ વર્ષની શરૂઆત કરશે એક નવી કોમ્પેક્ટ SUV Escudo સાથે. આ SUV Grand Vitaraથી નીચેના સેગમેન્ટમાં આવશે અને તેને ખાસ એરિના ડીલરશિપ્સ દ્વારા વેચવામાં આવશે. Escudoની ડિઝાઇન યુવા ગ્રાહકોને ધ્યાનમાં રાખતા તૈયાર કરવામાં આવી છે અને તેની કિંમત પણ વધારે નહીં હોય.

Maruti eVitara

Maruti eVitara મારૂતિ સુઝુકીની પ્રથમ ફુલી ઇલેક્ટ્રિક SUV હશે. આ મોડલ ઘણા સમયથી ચર્ચામાં છે અને આ અંતે લોન્ચ માટે તૈયાર છે. આ કાર દ્વારા કંપની ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં પોતાની જગ્યા બનાવવા જઈ રહી છે.

Hyundai Venue (New Gen)

Hyundai પણ પોતાની પોપ્યુલર SUV Venueનું નવું વર્ઝન લોન્ચ કરશે. આ વખતે New-Gen Venueમાં વધારે ફીચર્સ, નવું ઇન્ટીરિયર ડિઝાઇન અને મોર્ડન સ્ટાઇલિંગ જોવા મળી શકે છે. આ સાથે જ Ioniq 5 EVનું ફેસલિસ્ટ વર્જન પણ આવી શકે છે.

Mahindra Bolero (New Gen)

Mahindraની સૌથી વધારે વેચાનારી SUV Bolero હવે નવા અવતારમાં આવી રહી છે. આ નવું મોડલ વધારે બોક્સી અને શાર્પ ડિઝાઇન સાથે આવશે જેમાં નવું પ્લેટફોર્મ, વધારે સેફ્ટી ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન હશે. બોલેરો હંમેશા ભારતીય રસ્તા પર વિશ્વાસપાત્ર રહી છે અને હવે આ પહેલા કરતા પણ વધારે એડવાન્સ હશે.

Tata Sierra 

Tata Motorsની આઇકોનિક SUV Sierra હવે એક નવા અને મોર્ડન લાઇફસ્ટાઇલ SUVના રૂપમાં પરત ફરશે. આ SUV Curveથી ઉપર અને Harrierથી નીચેની પોઝિશનમાં જશે. Sierra બે વર્ઝનમાં આવશે- એક ઇલેક્ટ્રિક (EV) અને બીજુ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE). ખાસ વાત આ છે કે Sierra EVનું ઓલ વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમથી લેસ કરી શકાય છે.

આ સમાચાર શેર કરો