પ્રથમ વખત કેમેરામાં કેદ થઇ TVSની આ બાઇક, જોતા જ ખરીદવાનું થઇ જશે મન
TVS મોટર કંપની ભારતમાં એક સ્પોર્ટ્સ બાઇક અપાચે RR 310માં એક મોટું અપડેટ કરવા તૈયાર છે. આ મોટરસા

TVS મોટર કંપની ભારતમાં એક સ્પોર્ટ્સ બાઇક અપાચે RR 310માં એક મોટું અપડેટ કરવા તૈયાર છે. આ મોટરસાઇકલને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી છે, તેની સ્પાઇ ઇમેજ બતાવે છે કે તે જલ્દી લૉન્ચ થવાની છે. ભારતીય બજારમાં આ બાઇક કેટલાક એડવાન્સ ફીચરથી લેસ થઇને આવી શકે છે.
અપાચે RR 310 બાઇક TVS કંપની અને BMW Motorrad વચ્ચે પાર્ટનરશિપ હેઠલ પહેલા પ્રોજેક્ટનો ભાગ હતી. પોતાના પાવરફુલ પરફોર્મન્સ પ્લેટફોર્મ અને એડવાન્સ ફીચર લિસ્ટ માટે લોકો વચ્ચે આ એક પસંદગીનું ઓપ્શન બની ગઇ છે. ગત વર્ષે TVS અપાચે RTR 310 (TVS Apache RTR 310)ને વધારે પાવરફુલ એન્જિન મળ્યું હતું પરંતુ અપાચે RR 310માં સમાન અપડેટ ક્યારેય આવ્યું નથી.
અપડેટેડ TVS અપાચે RR 310માં કેટલાક ફીચર જોવા મળશે
2025 અપાચે RR 310ની સ્પાઇ ઇમેજથી ખબર પડે છે કે TVSની અપકમિંગ સ્પોર્ટ્સ બાઇકમાં કેટલાક ફીચર જોડવામાં આવ્યા છે જ્યારે મોટરસાઇકલ નોર્મલ સિલહૂટ ઘણી અલગ નથી.
ફેયરિંગ પર લાગેલા એરો એલીમેન્ટ મોટા અને વધારે પાવરફુલ હોય છે. બાઇકમાં સ્ટેબિલિટી જોવા મળે છે. આ સાથે જ એક્સપીરિયન્સ મળે છે. આ ભારતીય બજાર માટે 310 CC મોટરસાઇકલમાં પ્રથમ વખત બદલાવ થવાના છે.
અપડેટેડ TVS અપાચે RR 310
સંભાવના છે કે RTR 310ના સમાન પાવર યૂનિટને 35.08 bhpની પાવર અને 28.7 Nmના ટોર્ક સાથે તૈયાર કરવામાં આવ્યું છે. મોટરસાઇકલમાં સ્લીપર ક્લચ, રાઇડ-બાય-વાયર થ્રૉટલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ડુઅલ-ડાયમેન્શનલ ક્વિક-શિફ્ટર અને હૉટ એન્ડ કૂલ્ડ સીટ્સ જોવા મળી શકે છે.
અપાચે RR 310માં એડવાન્સ ઇલેક્ટ્રોનિક રાઇડર આસિસ્ટના એક સૂટ સાથે અપગ્રેડ મળે છે જેમાં મોબિલિટી સ્ટેબિલિટી કંટ્રોલ, કૉર્નરિંગ એબીએસ, ક્રૂઝ કંટ્રોલ, કૉર્નરિંગ ટ્રેક્શન કંટ્રોલ, રિયર લિફ્ટ-ઓફ પ્રિવેન્શન અને કોર્નરિંગ ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર મળે છે.
ક્યારે લૉન્ચ થશે અપડેટેડ TVS અપાચે RR 310
અપડેટેડ TVS અપાચે RR 310ના લૉન્ચ થવાની તારીખ નક્કી નથી. આ મોટરસાઇકલ જલ્દી ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે છે. જોકે, TVS મોટર કંપની દ્વારા કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.








