Bike Riding Tips / બાઈક ચલાવતી વખતે ફોલો કરો આ 5 ટિપ્સ, તમે હંમેશા સુરક્ષિત રહેશો
બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિની સલામતી સાથે રાઇડરે પોતાની સલામતીનું પણ ધ્યાન રાખવું જોઇએ. એક જવાબદાર બાઈ

બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિની સલામતી સાથે રાઇડરે પોતાની સલામતીનું પણ ધ્યાન રાખવું જોઇએ. એક જવાબદાર બાઈક રાઈડીંગ ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી શરૂ થાય છે. જો તમે નિયમ મુજબ યોગ્ય રીતે વાહન ચલાવતા નથી, તો તમે તમારી સાથે-સાથે અન્ય લોકોને પણ મુશ્કેલીમાં મૂકી શકો છો. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે હંમેશા સુરક્ષિત રહી શકો છો.
વધુ ઝડપે બાઈકન ચલાવો
સામાન્ય રીતે જોવામાં આવે છે કે મોટાભાગના યુવાનો ખૂબ જ સ્પીડમાં બાઈક ચલાવે છે. તમને જણાવી દઈએ કે બાઈકની સ્પીડ જેટલી વધારે હશે તેટલી જ રોડ પર અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી બાઈક હંમેશા ધીમે ચલાવો.
યોગ્ય અંતર જાળવો
તમે બાઈક ચલાવતા હોવ કે કોઈ અન્ય વાહન હંમેશા આગળના વાહનથી યોગ્ય અંતર જાળવો. વાસ્તવમાં, મોટાભાગના અકસ્માતો આગળના વાહનોની ખૂબ નજીક ચલાવવાને કારણે થાય છે. હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે, સામેના વાહનથી ઓછામાં ઓછું 70 મીટરનું અંતર જાળવો.
સાઇડ મિરરનો ઉપયોગ કરો
બાઈક ચાલુ કરતાં પહેલાં, સાઈડ મિરર ચેક કરો કે તમે પાછળથી આવતા વાહનોને સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે નહીં. આ માટે તમારી અનુકૂળતા મુજબ મિરરને એડજસ્ટ કરો. બાઈક ચલાવતી વખતે મિરરનો ઉપયોગ કરવાથી તમે ઘણા અકસ્માતોથી બચી શકો છો.
તમારું ધ્યાન રસ્તા પર રાખો
બાઈક ચલાવતી વખતે રાઈડરની નજર માત્ર રસ્તા પર જ હોવી જોઈએ. વાહન ચલાવતી વખતે ફોન પર વાત ન કરવી જોઈએ. બાઈક ચલાવતી વખતે બિનજરૂરી વસ્તુઓ પર ધ્યાન ન આપો. એકંદરે, રાઈડરનું ધ્યાન ફક્ત બાઈક ચલાવવા પર હોવું જોઈએ, કારણ કે રસ્તા પર અચાનક ખાડા કે બ્રેકર તમારું બેલેન્સ બગાડી શકે છે.
દારૂ પીને વાહન ન ચલાવો
સૌથી મહત્ત્વની બાબત એ છે કે હવામાન ખરાબ હોય તો વાહન ચલાવવાનું ટાળવું. આ સાથે, વ્યક્તિએ વાહન ચલાવતા પહેલા ક્યારેય દારૂ પીવો જોઈએ નહીં. નશાની હાલતમાં કાર અથવા બાઈક ચલાવવું એ કાયદેસરનો ગુનો તો છે જ પરંતુ તે તમારા અને અન્ય રાહદારીઓના જીવનને પણ જોખમમાં મૂકે છે.








