ભારતની પહેલી એરબેગ સાથેની મોટરસાઇકલ, કિંમત એટલી કે આવી જાય 11 મારુતિ અલ્ટો
સેફ્ટી માટે એરબેગ જરૂરી પાર્ટ છે. અત્યાર સુધીમાં તમે કારમાં એરબેગ્સ વિશે

સેફ્ટી માટે એરબેગ જરૂરી પાર્ટ છે. અત્યાર સુધીમાં તમે કારમાં એરબેગ્સ વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એરબેગ્સવાળી મોટરસાઇકલ વિશે સાંભળ્યું છે? અહીં અમે તમને એરબેગ ફીચરવાળી બાઇક વિશે જણાવી રહ્યા છીએ. ફોર-વ્હીલર માટે સેફ્ટી જેટલી મહત્ત્વપૂર્ણ છે એટલી જ બાઇક સવારો માટે પણ છે. ખાસ કરીને બાઈકમાં એરબેગ સેફ્ટી ખૂબ જ મહત્ત્વની બાબત છે, કારણ કે કાર કરતાં મોટરસાઈકલમાં સેફ્ટીની વધુ જરૂર છે. એવામાં હોન્ડા એક એવી કંપની છે, જે એરબેગ સાથે બાઇક વેચે છે. Honda Goldwing 2024 એ એક બાઇક છે જે એરબેગ્સ સાથે આવે છે.
સારી વાત એ છે કે, આ મોટરસાઇકલ ભારતીય બજારમાં ખરીદી માટે પણ ઉપલબ્ધ છે. તમે તેને બેંગલુરુ, કોચી, મુંબઈ, ઈન્દોર, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં સ્થિત હોન્ડાની એક્સક્લૂઝિવ બિગવિંગ ટોપલાઈન ડીલરશિપથી ખરીદી શકો છો. ભારતમાં તેની ઓન-રોડ કિંમત 50 લાખ રૂપિયાની આસપાસ છે. એટલે કે તેની કિંમતમાં લગભગ 11 મારૂતિ અલ્ટો (ઓન-રોડ કિંમત સાથે) હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અલ્ટોના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. દેશની આ પહેલી મોટરસાઇકલ છે જે એરબેગ સેફ્ટી સાથે આવે છે.
હોન્ડા ગોલ્ડવિંગ 2024 એન્જિન
હોન્ડા ગોલ્ડવિંગમાં શક્તિશાળી 1833cc, લિક્વિડ કૂલ્ડ, 24 વાલ્વ ફ્લેટ, 6-સિલિન્ડર એન્જિન છે, જે 170Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. તેની ટોપ સ્પીડ 230 કિલોમીટર પ્રતિ કલાક છે.
હોન્ડા ગોલ્ડવિંગ 2024ની વિશેષતાઓ
આ મોટરસાઇકલમાં USB Type C ચાર્જિંગ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, gyroscope અને 7-inch રંગીન TFT ડિસ્પ્લે છે, જે Apple CarPlay અને Android Auto સપોર્ટ સાથે આવે છે. આ સિવાય આ બાઈક ચાર રાઈડિંગ મોડ સાથે આવે છે, જેમાં ટૂર, ઈકોન, રેઈન અને સ્પોર્ટ સામેલ છે. સલામતી સુવિધાઓ વિશે વાત કરીએ તો, એરબેગ્સ સિવાય, તે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સાથે પણ આવે છે. બાઇકમાં વિસ્તૃત ઇલેક્ટ્રિક સ્ક્રીન પણ આપવામાં આવી છે, જેને ડાબા હેન્ડલબારથી નિયંત્રિત કરી શકાય છે.
હોન્ડા ગોલ્ડવિંગ 2024 એરબેગ
હોન્ડા ગોલ્ડવિંગ ટૂરમાં આગળના ભાગમાં સિંગલ એરબેગ છે, જે અકસ્માત અથવા અથડામણના કિસ્સામાં ખુલશે અને ડ્રાઇવરનો જીવ બચાવશે. આ સિવાય આ બાઇકમાં ક્રૂઝ કંટ્રોલ, HSTC (હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ), 21 લીટર ફ્યુઅલ ટેન્ક અને ટ્રેક્શન કંટ્રોલ ફીચર છે.








