Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Facebook accepted to scraping people's photo post without permission

ફેસબુકે કરી ચોંકાવનારી કબૂલાત, પોતાના AI મોડલને ટ્રેનીંગ આપવા માટે ઓસ્ટ્રેલિયન યુઝર્સના ફોટો અને ડેટા ચોર્યા

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2024
લાઇવ ટીવીGoogle News
ફેસબુકે કરી ચોંકાવનારી કબૂલાત, પોતાના AI મોડલને ટ્રેનીંગ આપવા માટે ઓસ્ટ્રેલિયન યુઝર્સના ફોટો અને ડેટા ચોર્યા

ફેસબુક (મેટા) પર અનેકવાર આરોપ લાગી ચૂક્યા છે કે, તેઓ યુઝર્સના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરી રહ્યા છે. હવે ફેસબુકે ઓસ્ટ્રેલિયન સરકાર સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તેમણે ઓસ્ટ્રેલિયાના તમામ એડલ્ટ યુઝર્સના ફોટોઝ અને પોસ્ટની ચોરી કરી હતી. આ પાછળનો તેનો હેતુ મેટાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટૂલને તાલીમ આપવાનો હતો. મેટા 2007થી આ પ્રકારનો ડેટા ભેગો કરતી હતી. ઓસ્ટ્રેલિયન સરકારે ફેસબુકના આ નિર્ણયને પ્રાઈવસીના ભંગ ગણાવ્યો છે. આ કારણસર કંપની પર કડક કાર્યવાહીનો ખતરો તોળાઈ રહ્યો છે.

App Store

શું છે સમગ્ર મુદ્દો?

ફેસબુક (મેટા) એ 2007થી પોતાના AI મોડલને તાલીમ માટે ઓપ્ટ આઉટનું ઓપ્શન આપ્યા વિના જ ઓસ્ટ્રેલિયાના એડલ્ટ યુઝર્સના જાહેર પ્લેટફોર્મ પરથી ફોટા, પોસ્ટ અને અન્ય ડેટા ભેગા કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. જોકે, યુરોપિયન લોકો કડક પ્રાઈવસીના કાયદાને કારણે ઓપ્ટ-આઉટ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના લોકોને આ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. મેટાની ગ્લોબલ પ્રાઈવસી ડિરેક્ટર, મેલિંડા ક્લેબોગ એ સ્વીકાર્યું છે કે, મેટા જાહેર પ્લેટફોર્મ પર મુકવામાં આવેલી પોસ્ટ અને ડેટાને જ્યાં સુધી તે યુઝર અકાઉન્ટ પ્રાઈવેટ ન કરે ત્ચાં સુધી ભેગા કરે છે.

સગીરના ડેટા પણ ચોરાય છે? 

ક્લેબોગે જણાવ્યું કે, 18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સનો ડેટા સ્ક્રેપ કરવામાં નથી આવતો. તેમ છતાં પુખ્ત વયની વ્યક્તિના એકાઉન્ટ પર જો કોઈ સગીરના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હોય તો તે પ્રભાવિત થઈ શકે છે. મેટા આ અભ્યાસને શ્રેષ્ઠ AI ટૂલ બનાવવા માટે જરૂરી જણાવે છે, પરંતુ તેનાથી મહત્ત્વપૂર્ણ પ્રાઈવસી સંબંધિત ચિંતા પણ ઉભી થાય છે. 

ક્યારથી શરૂ થયો આ મુદ્દો?

આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે લેબર સેનેટર ટોની શેલ્ડને પુછ્યું કે, શું મેટા 2007થી AIને તાલીમ આપવા માટે ઓસ્ટ્રેલિયન લોકોની પોસ્ટનો ઉપયોગ કરે છે? જોકે, ક્લેબોગે શરૂઆતમાં તેને નકારી દીધું હતું, ગ્રીન્સ સેનેટર ડેવિડ શુબ્રિઝે તેને ચેલેન્જ કરતા કહ્યું કે, મેટા હકીકતમાં યુઝર્સના જાહેર પ્લેટફોર્મ પર રહેલા ડેટા સ્ક્રેપ કરે છે, જ્યાં સુધી યુઝર્સ પોતાની પોસ્ટને પ્રાઇવેટ નથી કરતું. ક્લબોગે આખરે સ્વીકાર્યું કે, આ સત્ય છે. તેણે કહ્યું કે, મેટા 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિના ડેટાનો ઉપયોગ નથી કરતું, પરંતુ જો માતા-પિતા કે અન્ય એડલ્ટ યુઝર્સ સાથે તેમના ફોટા જાહેર પ્લેટફોર્મ પર હોય તો કંપનીના AI ટૂલ દ્વારા તેનો ઉપયોગ થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા લાવશે કડક કાયદો

ઓસ્ટ્રેલિયાના કાયદા ઘડનારાઓ હવે યુરોપની જેમ મજબૂત પ્રાઈવસી કાયદા માટે ભાર મુકી રહ્યા છે. 2020ની સમીક્ષા કર્યા બાદ પ્રાઈવસી અધિનિયમમાં અમુક અપડેટ સાથે સુધારા કરી શકે છે.