મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

EVM પહેલા AI, ChatGPT મેકર અને વિન્ડોઝના ફિચર્સ ઉપર આ સવાલ કરી ચૂક્યા છે એલોન મસ્ક

એલોન મસ્ક હંમેશા પોતાના આઈડિયા અને નિવેદનો દુનિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આ

EVM પહેલા AI, ChatGPT મેકર અને વિન્ડોઝના ફિચર્સ ઉપર આ સવાલ કરી ચૂક્યા છે એલોન મસ્ક

એલોન મસ્ક હંમેશા પોતાના આઈડિયા અને નિવેદનો દુનિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આ વખતે એલન મસ્કે EVM અંગે કરેલા નિવેદને બધાનું ધ્યાન ખેંચ્યું છે. મસ્કે X ઉપર એક પોસ્ટ કરીને ઈવીએમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઈવીએમને હટાવી દેવું જોઈએ. એને માણસ અને AIની મદદથી હેક કરી શકાય છે. એ પછી ભારતીય રાજનીતિમાં EVMનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. 

એલન મસ્કે EVM અંગે કરેલા નિવેદન બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈવીએમને બ્લેક બોક્સ બતાવ્યું છે.  રાહુલ ગાંધી બાદ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર શેખરે પણ એલોન મસ્કની પોસ્ટ ઉપર જવાબ આપ્યો છે. 

ભાજપ નેતા રાજીવ ચંદ્રશેખરે મસ્કની પોસ્ટનો જવાબ પોસ્ટ કરીને જ આપ્યો. તેમણે ભારતીય ઈવીએમને બધાથી અલગ અને સુરક્ષિત બતાવ્યા છે. પરંતુ આવું પહેલી વખત નથી જ્યારે મસ્કે કોઈ ટેકનોલોજીની આલોચના ન કરી હોય. આ અગાઉ પણ તેઓ અનેક ટેકનોલોજી બાબતે આલોચના કરી ચૂક્યા છે.

એલોન મસ્કએ AIને ખતરનાક હોવાનું કહ્યું હતું

એલોન મસ્ક ઘણી વખત એઆઈને આડે હાથ લઈ ચૂક્યા છે. તેમણે AI ના નકારાત્મક પાસાઓ વિશે જણાવ્યું. ગયા વર્ષે તેમણે એઆઈ ડેવલપમેન્ટ રોકવાની વાત પણ કરી હતી. મસ્કે કહ્યું કે આ અત્યાર સુધીની સૌથી ખતરનાક ટેક્નોલોજી છે, જે ઘણા લોકોની નોકરીઓ ખાઈ જશે. એલોન મસ્ક આ ટેક્નોલોજીને ખૂબ જ ખતરનાક ગણાવીને ChatGPT નિર્માતા OpenAIની લાંબા સમયથી ટીકા કરી રહ્યા છે.

વિન્ડોઝ 11ના ફીચરની પણ ટીકા કરી છે

માઇક્રોસોફ્ટે હાલમાં વિન્ડોઝ 11 માટે રિકોલ ફિચર્સની જાહેરાત કરી છે. આ ફીચર એ ફોટોગ્રાફિક મેમરી ફીચર છે, જે તમારા કોમ્પ્યુટરની દરેક પ્રવૃત્તિને યાદ રાખવા માટે AI નો ઉપયોગ કરે છે. એલોન મસ્કે આ ફીચરને બ્લેક મિરર એપિસોડ ગણાવ્યું હતું અને તેની ટીકા પણ કરી હતી. બ્લેક મિરર એ સાયન્સ ફિક્શન શ્રેણી છે, જે નેટફ્લિક્સસીરિઝ છે. એમાં બતાવ્યું છે કે, કેવી રીતે ટેકનોલોજી અરાજકતા સર્જી શકે છે. એલોન મસ્કે તેમની પોસ્ટમાં માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલાની એક વિડિઓ ક્લિપ પણ ફરીથી પોસ્ટ કરી હતી, જેમાં તે ભવિષ્યના વિન્ડોઝ પીસી બાબતે બતાવી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો