મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

એલન મસ્ક લાવી રહ્યા છે ટીવી એપ ‘X’, હવે ટીવી એપ પર જોઈ શકશો તમારી મનપસંદ મૂવી અને શો

Netflix, Amazon Prime, Hotstar જેવી ઓટીટી એપ્સની જેમ એલન મસ્ક પણ નવ

એલન મસ્ક લાવી રહ્યા છે ટીવી એપ ‘X’, હવે ટીવી એપ પર જોઈ શકશો તમારી મનપસંદ મૂવી અને શો

Netflix, Amazon Prime, Hotstar જેવી ઓટીટી એપ્સની જેમ એલન મસ્ક પણ નવી ટીવી એપ લઈને આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, એલન મસ્કની નવી ટીવી એપ Netflix અને અન્ય OTT એપ્સ જેવી હશે. તેમજ યુઝર્સ X પ્લેટફોર્મ દ્વારા ટીવી એક્સેસ કરી શકશે.

એલન મસ્કે કન્ફર્મ કર્યું છે કે, એક્સ ટીવી એપનું બીટા વર્ઝન એન્ડ્રોઇડ ટીવી માટે રિલીઝ કરવામાં આવ્યું છે. આ બીટા વર્ઝન LG, Amazon Fire TV, Google TV ડિવાઇસ માટે લાઈવ કરવામાં આવ્યું છે. જોકે, તેની લોન્ચિંગ તારીખ વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. એક્સ ટીવી પર યુઝર્સને ઘણા ફાયદા મળવા જઈ રહ્યા છે, જેના વિશે વધુ માહિતી લોન્ચ તારીખ સુધી આપી શકાય છે.

Google Play પર લિસ્ટેડ ડિટેલ અને સ્ક્રીનશોટ અનુસાર, એક્સ ટીવી એપ નવી OTT સ્ટ્રીમિંગ એપ બની શકે છે. બીજી તરફ, કંપનીનું માનવું છે કે, એક્સ સ્ટ્રીમ સર્વિસ ટીવી એક ખાસ સ્ટ્રીમિંગ ટીવી સર્વિસ છે અને તે દરેક ઈન્ટરનેટ યુઝર માટે ઉપલબ્ધ હશે. આમાં તમે લાઇવ ચેનલો, સમાચાર, રમતગમત, મૂવી, સંગીત અને તમારી પસંદગીના હવામાન સંબંધિત અપડેટ્સ મેળવી શકશો.

એક્સ ટીવી એપ પર મળશે આ સુવિધાઓ

યુઝર્સને એક્સ ટીવી પર રિપ્લાય કરવાની સુવિધા પણ મળશે. ઉપરાંત, યુઝર્સ ક્લાઉડ સ્ટોરેજ દ્વારા 72 કલાક સુધી શો સ્ટોર કરી શકશે. આ એપ 100 કલાક સુધી મફત DVR રેકોર્ડિંગ સુવિધા પણ પ્રદાન કરશે.

લેવો પડશે સબસ્ક્રિપ્શન પ્લાન

લીક થયેલા અહેવાલો અનુસાર, એક્સ ટીની એપને એક્સેસ કરવા માટે સબસ્ક્રિપ્શનની જરૂર પડી શકે છે. જોકે, આ વાત લોન્ચ ડેટ પર જ જાણી શકાશે. આ પહેલા મસ્કએ પ્રીમિયમ પ્લાન પણ લોન્ચ કર્યા હતા, જેમાં X યુઝર્સને ઘણા ફાયદા આપવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો