મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

વરસાદમાં મોબાઈલ પલળી જાય તો ચિંતા ના કરતા, બસ આ સેફ્ટી ટિપ્સ કરજો ફોલો

સમગ્ર દેશમાં જૂન મહિનામાં ગરમીએ સૌને રડાવ્યા હતા ત્યારે જુલાઈમાં વરસાદથી રાહત મળી છે. ચોમાસાની

વરસાદમાં મોબાઈલ પલળી જાય તો ચિંતા ના કરતા, બસ આ સેફ્ટી ટિપ્સ કરજો ફોલો

સમગ્ર દેશમાં જૂન મહિનામાં ગરમીએ સૌને રડાવ્યા હતા ત્યારે જુલાઈમાં વરસાદથી રાહત મળી છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં વરસાદ દરમિયાન સ્માર્ટફોનનું ભીનું થવું સામાન્ય છે કારણ કે લોકો આ ઉપકરણોને હંમેશા તેમની સાથે રાખે છે. આજે ઘણા કાર્યો આ ઉપકરણ વડે મિનિટોમાં કરી શકાય છે. જો કે મુસાફરી દરમિયાન વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો આ ભૂલો ક્યારેય ન કરો. આ તમારા ફોનને સંપૂર્ણપણે નુકસાન પહોંચાડી શકે છે. અહીં જાણો આ ભૂલો વિશે..

ભૂલથી પણ આ ભૂલો ન કરો

શેક હલાવો નહીં

કેટલાક લોકો ફોનમાં પાણી ઉતર્યા બાદ તેને જોરશોરથી હલાવવાનું શરૂ કરી દે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ભૂલને કારણે ફોનના તે ભાગમાં પણ પાણી આવી શકે છે જ્યાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. તેનાથી ફોનને વધુ નુકસાન થઈ શકે છે. આટલું જ નહીં ફોનમાં ઘણા સેન્સર છે જેને જો જોરશોરથી હલાવવામાં આવે તો તે ખરાબ થઈ શકે છે.

હેર ડ્રાયરનો ઉપયોગ

કેટલાક લોકો ફોનને ઝડપથી સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે હેર ડ્રાયરમાંથી નીકળતી ગરમ હવા ફોનના ઈલેક્ટ્રોનિક ભાગોને પણ પીગળી શકે છે, જેનાથી ફોનને વધુ નુકસાન પણ થઈ શકે છે. તેથી ભીના ફોનને સૂકવવા માટે ક્યારેય હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો.

ચોખા નાખશો નહીં

એટલું જ નહીં આજે પણ કેટલાક લોકો ફોનને સૂકવવા માટે ચોખામાં રાખવાનું કહે છે, પરંતુ તમારે આ બિલકુલ કરવાની જરૂર નથી. એપલ અને સેમસંગ જેવી મોટી બ્રાંડે પોતે આવું ન કરવાની સલાહ આપી છે. તેનાથી ફોનના કેમેરાને નુકસાન થઈ શકે છે. ફોનને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે.

સેફ્ટી માટે આ ટીપ્સ અનુસરો

આજકાલ બજારમાં ઘણા પ્રકારના વોટરપ્રૂફ મોબાઈલ કવર ઉપલબ્ધ છે જે એકદમ સસ્તા છે અને તમે તેને ઓનલાઈન અથવા ઓફલાઈન ગમે ત્યાંથી ખરીદી શકો છો. તમને ફ્લિપકાર્ટ પર આવા કવર માત્ર 300માં મળશે. આ રીતે તમે તમારા 30 થી 40 હજાર રૂપિયાના ફોનને માત્ર 300 રૂપિયામાં વરસાદમાં બચાવી શકો છો. તેમજ મોંઘા ફોનમાં વધુ સારી વોટર પોટેક્શન હોય છે, તેથી તમારે ફ્લેગશિપ ફોનમાં પાણીના નુકસાન વિશે ચિંતા કરવાની જરૂર નથી.

વોટર ઇજેક્ટ મોડ

જો તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય, તો તરત જ ફોનમાં હાજર વોટર ઇજેક્ટ મોડનો ઉપયોગ કરો. આઇફોનમાં તમને આ મોડ શોર્ટકટમાં જોવા મળશે પરંતુ એન્ડ્રોઇડમાં તમારે તેનો ઉપયોગ કરવા માટે વોટર ઇજેક્ટ એપ ડાઉનલોડ કરવી પડશે. મોડ ઓન કરવાથી ફોનના સ્પીકરમાંથી બધુ જ પાણી નીકળી જશે.

આ સમાચાર શેર કરો