શું તમને પણ ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ આવે છે? તો આ ટ્રિક્સની મદદથી ટાળી શકો છો અકસ્માત
તમે વાહનમાં સફર કરી રહ્યા હોવ કે પગપાળા જઈ રહ્યા હોવ રસ્તા પર હંમેશા સાવધાન રહેવું જોઈએ. રસ્તા પ

તમે વાહનમાં સફર કરી રહ્યા હોવ કે પગપાળા જઈ રહ્યા હોવ રસ્તા પર હંમેશા સાવધાન રહેવું જોઈએ. રસ્તા પર ચારેય દિશાઓ અને નજીકમાં આવતા વાહનો અને લોકો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો કે લોકો આ બાબતોનું ધ્યાન રાખે છે પરંતુ કેટલીકવાર તેમને ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ આવવા લાગે છે. જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે એક ઝોકું ફક્ત તમારું જીવન જ નહીં પરંતુ ઘણા લોકોનું જીવન બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો તમને કાર ચલાવતી વખતે ઊંઘ આવતી હોય તો શું કરવું. આ અકસ્માત ટાળવામાં મદદ કરશે.
ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ આવે છે?
ઊંઘ ટાળવાની રીતો જાણતા પહેલા એ સમજવું જરૂરી છે કે ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ કેમ આવે છે? ઘણી વખત તમારે સવારે વહેલા બહાર જવું પડે છે પરંતુ તમે મોડી રાત સુધી જાગતા રહો છો, જેના કારણે સવારે ઊંઘ આવે છે. આવી સ્થિતિમાં, તમારે ધ્યાન આપવું જોઈએ કે જો તમારે સવારે ઉઠવા'નું હોય, તો તમારે રાત્રે સમયસર સૂઈને તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ. કોઈપણ લાંબી રાઈડ પર જતા પહેલા તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ.
કેટલાક લોકોને ભારે ખોરાક ખાધા પછી ઉંઘ આવે છે અને જો તે પછી તેમને કાર ચલાવવી પડે છે, તો સમસ્યા ઊભી થઈ શકે છે. જો તમને ભૂખ લાગે છે, તો વધુ પડતો ખોરાક ખાવાને બદલે, તમે કારમાં તમારી સાથે નાસ્તો રાખી શકો છો. અને થોડી-થોડી વારે તમે નાસ્તો કરી શકો છો.
ડ્રાઇવિંગ કરતી વખતે ઊંઘ ઉડાડો
જો તમને કાર ચલાવતી વખતે ઊંઘ આવી રહી હોય, તો પછી તમારી જાતને જગાડવા માટે, સૌ પ્રથમ તમે કારને સલામત જગ્યાએ રોકો. આ પછી, કારમાંથી બહાર નીકળીને થોડીવાર આજુબાજુ આટા મારો અથવા તમારા મોં અને આંખો ધોઈ શકો છો. જેના કારણે થોડીવાર માટે તમારી ઊંઘ ઉડી જશે.
કારમાં ગીતો વગાડો
કારમાં ધીમા અવાજવાળા ગીતો વગાડીને ડ્રાઇવ કરો. આનાથી ઊંઘ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. ગીતો વગાડવાનો અર્થ એ નથી કે તમે ફુલ વોલ્યુમમાં ગીતો વગાડવા. જો તમે આમ કરશો તો તમને અન્ય વાહનોના હોર્ન કે કોઈ અવાજ સંભળાશે નહીં જેના કારણે અકસ્માત થવાની સંભાવના રહે છે.
નાસ્તો કરો
નાસ્તો કરવાથી અથવા ચા-કોફી પીવાથી માઈન્ડ ફ્રેશ રહે છે અને તે તમારી ઊંઘ ઉડાડવામાં પણ મદદ કરે છે. તેથી જ્યારે તમને કાર ચલાવતી વખતે ઊંઘ આવે, ત્યારે કારણે કોઈ હોટલ કે ઢાબામાં ઉભી રાખો અને નાસ્તો કરી લો, જો નાસ્તો ન કરવો હોય તો ચા કે કોફી પી લો.
અન્ય વ્યક્તિને કાર ચલાવવા કહો
જો ઉપર જણાવેલી વસ્તુઓ કર્યા પછી પણ તમને ઊંઘ આવતી હોય તો તમારે કારને બાજુ પર પાર્ક કરીને થોડીવાર રાહ જોવી જોઈએ. આ સિવાય તમારે તમારી સાથે આવેલા મિત્ર કે પરિવારના સભ્યને કાર ચલાવવાનું કહેવું જોઈએ. આનાથી અકસ્માતની શક્યતા ઘટી જશે. જો તમે એકલા સફર કરી રહ્યા છો અથવા સાથે આવેલા વ્યક્તિને કાર ચલાવત નથી આવડતું તો કારણે થોડીવાર ઉભી રાખી દેવી હિતાવહ રહેશે.








