ઉનાળામાં AC ચાલુ કરતા પહેલા કરી લો આ 5 કામ, નહીં તો થશે પૈસાનો વ્યય
ગરમી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને હવે બપોરનો તડકો આકરો થવા લાગ્યો છે. લાંબા સમય સુધી તડકામાં રહ્યા પછ

ગરમી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને હવે બપોરનો તડકો આકરો થવા લાગ્યો છે. લાંબા સમય સુધી તડકામાં રહ્યા પછી, વ્યક્તિને પરસેવો વળવા લાગે છે, દરેક ઘરમાં પંખો હવે ફૂલ સ્પીડ પર ચાલી રહ્યો છે, પણ એ દિવસ દૂર નથી જ્યારે બહુ જલ્દી AC અને કુલરની જરૂર પડશે. જો કે કેટલાક ઘરોમાં કુલર પણ ચાલુ થઈ ગયા છે. જો તમારી પાસે પણ એસી હોય, તો દેખીતી રીતે તે શિયાળા દરમિયાન બંધ જ રહેતું હશે, અને તેથી જ ઉનાળો શરૂ થાય તે પહેલા આપણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. ચાલો જાણીએ કે ઉનાળામાં પહેલી વખત એસી ચાલુ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
યુનિટ સાફ કરો
કોઈપણ એપ્લાયન્સને લાંબા સમય સુધી વાપર્યા પછી થોડી જાળવણીની જરૂર હોય છે. એસી યુનિટ ચાલુ કરતા પહેલા તેના પર જામેલી ધૂળ સાફ કરવી જોઈએ. આ માટે બ્લેડ સાફ કરવા માટે ભીના ટુવાલનો ઉપયોગ કરો અને આઉટડોર યુનિટમાંથી ધૂળ પણ સાફ કરો. જો યુનિટની અંદર પાણી હોય, તો ઉપકરણ ચાલુ કરતા પહેલા તેને સ્વચ્છ, સૂકા કપડાથી સાફ કરો. જો તમે સફાઈ કર્યા વિના એસી ચાલુ કરો છો, તો શક્ય છે કે આખા રૂમમાં ધૂળ ફેલાઈ જાય.
કન્ડેન્સર કોઇલની સફાઈ
એર કંડિશનરનું કન્ડેન્સર સામાન્ય રીતે આઉટડોર યુનિટમાં સ્થિત હોય છે. આ તમારા ACને તમારા ઘરની અંદરથી ગરમ હવા કાઢવામાં અને તેને ઠંડુ કરવા માટે યુનિટ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જો તમારું કન્ડેન્સર યુનિટ શિયાળાની ઋતુમાં ઢાંકેલું હતું, તો કવરને દૂર કરો, તેના પરથી ધૂળ સાફ કરો અને છે કરો કે પંખા અથવા ફિન્સ પર કોઈ પાંદડા, ડાળખી અથવા અન્ય કચરો ફસાઈ ગયો નથી.
કોઇલને જાતે સાફ કરવાની ભલામણ કરવામાં આવતી નથી, તમારે યુનિટને ખોલવા માટે હંમેશા નિષ્ણાત અથવા ટેકનિશિયનની મદદ લેવી જોઈએ.
ફિલ્ટરની સફાઈ
જો તમારું AC શિયાળાની ઋતુ ઢાંકેલું ન હતું, તો સંભવ છે કે તમારા ફિલ્ટરને પણ સંપૂર્ણ સફાઈની જરૂર પડી શકે છે. ગંદા અથવા તૂટેલા ફિલ્ટર તમારા એર કંડિશનરની કાર્યક્ષમતા ઘટાડી શકે છે.
તમારા યુનિટનો આગળનો ભાગ કાળજીપૂર્વક ખોલો અને ફિલ્ટર શીટ દૂર કરો. ફિલ્ટરને સાફ કરવા માટે નરમ બ્રશ અથવા ભીના કપડાનો ઉપયોગ કરો. સમયાંતરે આવું કરવાથી તમારા રૂમમાં ક્લીન એર સર્ક્યુલેશન થાય છે.
કુલેંટ લાઇન ચેક કરો
લેંટ લાઇન એ પીવીસી પાઈપો અથવા ટ્યુબ છે જે ACના ઇન્ડોર અને આઉટડોર યુનિટ વચ્ચે ચાલે છે. તમે તૂટેલા ઇન્સ્યુલેશનની તપાસ કરી શકો છો. જો કોઈ નુકસાનની આશંકા હોય, તો AC ચાલુ કરતાં પહેલાં તેને રિપેર કરાવવા માટે કોઈ પ્રોફેશનલ ટેકનિશિયનને કોલ કરો.
છેલ્લી તપાસ
એકવાર તમે આ બધા કમ્પોનેન્ટને ચેક કરી લો તે પછી, તમારા ACને પ્લગ ઇન કરો અને તેને ટેસ્ટ રન માટે ચાલુ કરો. એકવાર સ્વિચ ઓન કર્યા પછી, તમારું એર કંડિશનર મિનિટોમાં ઠંડુ થવાનું શરૂ કરશે. પ્રથમ વખત યુનિટ ચલાવતી વખતે, યુનિટની અંદર ફસાયેલી કોઈપણ અપ્રિય ગંધની શક્યતા રહે છે. તમારા રૂમમાં ફરીથી તાજી હવા મેળવવા માટે તમારી બારીઓ લગભગ 5 મિનિટ માટે ખુલ્લી રાખો. જો થોડીવાર પછી ઠંડી હવા ન આવે તો શક્ય છે કે ગેસ લીક થયો હોય, આ માટે તમારે ACને ટેકનિશિયનને બતાવવું પડશે.








