મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ડિજિટલ લાઈબ્રેરી ઈન્ટરનેટ આર્કાઇવ પર થયો સાયબર એટેક, 31 મિલિયન યુઝર્સના પર્સનલ ડેટા ચોરાયા

એક પેલેસ્ટાઇન સમર્થક હેક્ટિવ્સિટે ઈન્ટરનેટ આર્કાઇવ પર મોટા સાયબર એટેકની જવાબદારી લીધી છે, જેમાં 31 મિલિયન

ડિજિટલ લાઈબ્રેરી ઈન્ટરનેટ આર્કાઇવ પર થયો સાયબર એટેક, 31 મિલિયન યુઝર્સના પર્સનલ ડેટા ચોરાયા

એક પેલેસ્ટાઇન સમર્થક હેક્ટિવ્સિટે ઈન્ટરનેટ આર્કાઇવ પર મોટા સાયબર એટેકની જવાબદારી લીધી છે, જેમાં 31 મિલિયન યુઝર્સના પર્સનલ ડેટાને જાહેર કરવામાં આવ્યા છે. આ એટેકમાં ઈમેલ એડ્રેસ, સ્ક્રીન નામ અને એન્ક્રિપ્ટેડ પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા હતા, જેના કારણે સાયબર સુરક્ષા નિષ્ણાતોએ યુઝર્સને તુરંત પોતાનો પાસવર્ડ બદલવાનો આગ્રહ કર્યો છે. આ ખુલાસાએ ડેટા પ્રાઇવેસી અને લોકપ્રિય ડિજિટલ લાઈબ્રેરીની સુરક્ષા વિશે ચિંતા ઊભી કરી છે, જે પોતાની વેબેક મશીન માટે પ્રસિદ્ધ છે.  

9 ઓક્ટોબરે સામે આવેલા આ સાયબર એટેકમાં ઈન્ટરનેટ આર્કાઇવની વેબસાઈટ પર જાવાસ્ક્રિપ્ટ (JS) લાઈબ્રેરીનું શોષણ કર્યા બાદ લાખો યુઝર્સની વિગતો સામે આવી છે. સાઈટ પર એક પોપ-અપ મેસેજે લોકોને ચેતવણી આપી, જેમાં કહેવામાં આવ્યું, 'શું તમને પણ એવું લાગે છે કે, ઈન્ટરનેટ આર્કાઇવ સ્ટિક પર ચાલે છે અને સતત એક ભયાનક સુરક્ષા ઉલ્લંઘનનો સામનો કરવાના કગાર પર છે? આ થયું છે. HIBP પર 31 મિલિયન લોકોને જુઓ.' આ મેસેજ 'હેવ આઈ બીન પ્વોન્ડ' (HIBP) સર્વિસનો સંદર્ભ આપે છે, જે યુઝર્સને એ નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શું તેમના ડેટા સાથે પણ ચેડા કરવામાં આવ્યા છે. 

31 મિલિયન લોકોના ડેટા ચોરાયા

સાયબર સુરક્ષા નિષ્ણાતો સાથે શેર કરવામાં આવેલા આ ડેટાબેઝમાં 31 મિલિયન ઈમેલ એડ્રેસ, સ્ક્રીન નામ, પાસવર્ડ અને અન્ય ઈન્ટરનલ ડેટાનો પણ સમાવેશ થાય છે. હેવ આઈ બીન પ્વોન્ડના સંસ્થાપક ટ્રોય હન્ટે હુમલાવરો પાસેથી 6.4 જીબી ડેટાબેઝ ફાઈલ પરત મેળવ્યાની પુષ્ટિ કરી છે.

ઈન્ટરનેટ આર્કાઇવે આપ્યો જવાબ

ઈન્ટરનેટ આર્કાઇવના સંસ્થાપક બ્રૂસ્ટર કાહલેએ પ્લેટફોર્મને અસર કરતા ઉલ્લંઘન અને ચાલુ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS)નો સ્વીકાર કર્યો છે. એક્સ પર એક પોસ્ટમાં કાહલેએ કહ્યું, 'અમે શું જાણીએ છીએ? DDoSહુમલાને હાલ ટાળી દીધો છે. JS લાઇબ્રેરી દ્વારા અમારી વેબસાઈટને ખરાબ કરવા, યુઝર્સના નામ/ઈમેલ/ઓલ્ટેડ-એન્ક્રિપ્ટેડ પાસવર્ડનું ઉલ્લંઘન થયું હતું. અમે શું કર્યુંઃ લાઈબ્રેરીને અક્ષમ કરી, સિસ્ટમને સાફ કરી, સુરક્ષાને અપગ્રેડ કરી, જેમ-જેમ અમને જાણ થશે અમે વિવિધ જાણકારીને શેર કરીશું.'

હુમલાને અટકાવવાના પ્રારંભિક પ્રયાસો છતાં, ઈન્ટરનેટ આર્કાઇવની વેબસાઈટ, archive.org અને તેનું વેબેક મશીન સમયાંતરે અપ્રાપ્ય હોય છે. સંસ્થા સિસ્ટમ્સને સ્ક્રબ કરી રહી છે અને ઉલ્લંઘનના પ્રતિભાવ તરીકે સુરક્ષાને અપગ્રેડ કરી રહી છે.

SN_BlackMeta એ લીધી જવાબદારી

"SN_BlackMeta" એકાઉન્ટે ડેટા ઉલ્લંઘન અને DDoS હુમલા બંનેની જવાબદારી લીધી છે. જેના કારણે ઈન્ટરનેટ આર્કાઇવ ઘણીવાર ઓફલાઈન થઈ જાય છે. તેઓએ કહ્યું કે, અમારું અભિયાન પાંચ કલાક સુધી ચાલ્યું અને અમે ખૂબ જ સફળ હુમલો કરી રહ્યા હતા. એક્સ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે, 'ઈન્ટરનેટ આર્કાઇવ પર ભયાનક હુમલો થયો છે અને થઈ રહ્યો છે. અમે છેલ્લાં પાંચ કલાકથી ઘણા સફળ હુમલા કરી રહ્યા છીએ અને હજુ સુધી તેમની તમામ સિસ્ટમ સંપૂર્ણપણે બંધ છે.'

SN_BlackMetaએ પહેલા પણ મધ્ય પૂર્વી નાણાંકીય સંસ્થાઓ પર હુમલો કર્યો હતો અને પેલેસ્ટાઇન સમર્થક હેક્ટિવિસ્ટ આંદોલન સાથે જોડાયેલો છે.

આ પોસ્ટ સાથે જોડાયેલા એક સાર્વજનિક નોટમાં સંદર્ભ જોડતાં કહ્યું કે, 'આ સમૂહનો દાવો છે કે, તેઓએ ઈન્ટરનેટ આર્કાઇવને હટાવી દીધું કારણકે તે, અમેરિકાનું છે, જે ઈઝરાયેલનું સમર્થન કરે છે. જે હકીકત નથી. આર્કાઇવ અમેરિકાની સરકાર નથી. આ એક બિન-લાભકારી સંસ્થા છે, જેમાં પેલેસ્ટાઇન વિશેના ઘણા સંસાધનો શામેલ છે જે આ હુમલાને કારણે અમે હવે એક્સેસ કરી શકતા નથી.'

આ સમાચાર શેર કરો