બુલેટ સાથે સ્પર્ધા કરવા આવી રહી છે 80-90 ના દાયકાની પ્રિય બાઇક રાજદૂત 350
રાજદૂત 80-90ના દાયકામાં ભારતીય યુવા દિલોની ધડકન હતી. ફરી એકવાર યુવા બાઇક પ્રેમીઓની માંગને સ

રાજદૂત 80-90ના દાયકામાં ભારતીય યુવા દિલોની ધડકન હતી. ફરી એકવાર યુવા બાઇક પ્રેમીઓની માંગને સમજીને રાજદૂત 350 બાઇકને ડિઝાઇન કરવામાં આવી છે. રાજદૂત આ વર્ષના અંતમાં ભારતીય બજારમાં આવે તેવી શક્યતા છે અને તે બાઇક પ્રેમીઓની મનપસંદ બુલેટ સાથે સ્પર્ધા કરશે.
80-90ના દાયકામાં શેરીઓમાં રાજ કરનાર રાજદૂત એટલી ફેમસ હતી કે, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટ ખેલાડીઓ અને દહેજમાં પણ તેની માંગ હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ બાઈક ભારતીય રસ્તા પરથી ગુમ હતી, તે નવા અવતારમાં પાછી ફરી રહી છે. આ વખતે બાઇક પ્રેમીઓ માટે ઘણી સુવિધાઓ સાથે બાઇક ઉપલબ્ધ થશે. જેમાં ટેક્નોલોજી અને આધુનિક સુવિધાઓ સામેલ હશે.
રાજદૂત 350 ની વિશેષતાઓ:
રાજદૂત 350 માં નવીનતમ તકનીકી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. આ આ બાઇકને વધુ આધુનિક અને સારી બનાવશે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડિજિટલ સ્પીડોમીટર, ટ્રિપ મીટર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને રિયર ડ્રમ બ્રેક જેવી સુવિધાઓ હશે. તેમાં હેડલાઇટ, ટેલ લાઇટ, સ્ટેન્ડ એલાર્મ અને ઘડિયાળ પણ સામેલ હશે.
સુરક્ષાના મામલે પણ આ બાઇક પાછળ નથી. તેની લાંબી અને આરામદાયક સીટ લાંબી મુસાફરી માટે પણ આરામદાયક વિકલ્પ છે. રાજદૂત 350માં 350ccનું એન્જિન હશે. તે 12.04 bhp અને 9nm ટોર્ક ઉત્પન્ન કરશે. આ બાઇક 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. માઈલેજની વાત કરીએ તો તે 62 કિલોમીટર પ્રતિ લીટર માઈલેજ આપશે.
રાજદૂતનું નવું મોડલ હજુ ભારતમાં આવ્યું નથી. આ બાઇક આ વર્ષના અંત સુધીમાં ભારતીયોના હાથમાં આવી શકે છે. જો તમે રાજદૂત 350 ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણો તેની કિંમત. કંપનીએ હજુ સુધી કિંમતની સત્તાવાર જાહેરાત કરી નથી. એક અંદાજ મુજબ આ બાઇક 1.5 લાખથી 2.21 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે. વિવિધ શહેરો અને શોરૂમમાં કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે.
રાજદૂત બાઇકનો ઇતિહાસ:
ભારતમાં 1970ની આસપાસ પ્રથમ રાજદૂત બાઇક લોન્ચ કરવામાં આવી હતી. પરંતુ શરૂઆતમાં 173CC, 2 સ્ટ્રોક એન્જિન, લો પાવર બાઇકની માંગ ઓછી હતી. માત્ર 7.5 bhp પાવર અને 12.7 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરનાર રાજદૂતને ફિલ્મ 'બોબી' પછી વધારે ફેમસ થઈ. ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મમાં ઋષિ રાજદૂત ચલાવતા જોવા મળ્યા હતા. તે યુવાનોને આકર્ષવામાં સફળ રહ્યો. ખોટ કરતી રાજદૂત જીટીએસ 175 બાઇક યુવાનોની ફેવરિટ બાઇક બની ગઈ. બાઈકની ડિઝાઈન વધતી માંગ સાથે બદલવામાં આવી હતી. પરંતુ 1990ના દાયકા સુધીમાં કંપનીના વેચાણમાં ઘટાડો થવા લાગ્યો. કંપનીએ 1991માં અન્ય કંપનીઓની હરીફાઈ, સલામતી સુવિધાઓનો અભાવ અને બાઇકના પાર્ટ્સની અછતને કારણે ઉત્પાદન બંધ કરી દીધું હતું.








