જલદી તમારા GMAILનો પાસવર્ડ બદલો, Googleએ જાહેર કરી ચેતવણી
જો તમે Gmail એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ સમાચાર છે. તમામ કામ છોડીને તમારે પોતાના Gmail

જો તમે Gmail એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ સમાચાર છે. તમામ કામ છોડીને તમારે પોતાના Gmail એકાઉન્ટનું પાસવર્ડ બદલવાની જરૂર છે. Google ચેતવણી જાહેર કરી છે. વિશ્વભરના 2.5 બિલિયન એટલે કે 250 કરોડ Gmail એકાઉન્ટ પર હેકિંગનો ખતરો મંડરાઇ રહ્યો છે. ગૂગલે યૂઝર્સને પાસવર્ડ બદલવાની સાથે સાથે Two-Step Verification (2SV)ને ઓન કરવા માટે પણ કહ્યું છે.
Googleની આ ચેતવણી પાછળ ShinyHunters નામનું હેકિંગ ગ્રુપ છે.Pokmon Franchiseના નામ પર બનેલુ આ ગ્રુપ વર્ષ 2020થી AT&T,Microsoft,Santander જેવી મોટી કંપનીઓને નિશાન બનાવી ચુક્યુ છે. હવે Gmailનો વારો છે.
પાસવર્ડ બદલવાનો સમય આવી ગયો
તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે iPhone છે તો Gmail એકાઉન્ટની દરેકને જરૂર પડે છે. કારણે વિશ્વમાં 250 કરોડ એક્ટિવ Gmail એકાઉન્ટ છે. ShinyHuntersની હેકિંગની રીત જૂની જ છે. આ ગ્રુપ ઇમેલ દ્વારા તમારા એકાઉન્ટમાં દાખલ થાય છે.
ઇમેલને એવી રીતે લખવામાં આવે છે અને તે જોવામાં એકદમ અસલી જ લાગે છે. ટેકનિકલ ભાષામાં તેને ફિશિંગ કહે છે. હવે જો તમે આ જાળમાં ફસાયા તો કહેવાની જરૂર નથી કે આગળ શું થશે, માટે તમારે Gmailનો પાસવર્ડ બદલી નાખવો જોઇએ અને સાથે સાથે Two-Step Verification (2SV)ને પણ ઇનેબલ કરી લો.
Two-step verification (2SV) ઇનેબલ હોવાને કારણે જો હેકરને પાસવર્ડ મળી પણ ગયું છે તો એકાઉન્ટમાં દાખલ થવા માટે OTP કે કોડની જરૂર પડશે. પાસવર્ડ બદલા સમયે ધ્યાન રાખો કે તે યૂનિક હોય અને સાથે સ્ટ્રોગ પણ. જન્મની તારીખથી લઇને પરિવારના લોકોના નામ પાસવર્ડમાં રાખવા જ ના જોઇએ.








