Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : BYD is bringing the game-changer DM-i Super Technology

VIDEO: Auto News / EV, હાઇબ્રિડ અને પેટ્રોલનું કોમ્બિનેશન! BYD લાવી રહી છે ગેમ ચેન્જર DM-i સુપર ટેક્નોલોજી

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઇલેક્ટ્રિક કારોની વધતી માંગ વચ્ચે હવે ભારતીય બજારમાં એક નવી અને અત્યંત એડવાન્સ હાઇબ્રિડ ટેક્નોલોજી એન્ટ્રી કરવા જઈ રહી છે. ચીનની દિગ્ગજ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD) ટૂંક સમયમાં જ પોતાની નવી DM-i સુપર પ્લગ-ઇન હાઇબ્રિડ ઇવી ટેક્નોલોજી ભારતમાં લોન્ચ કરી શકે છે. આ સિસ્ટમ હાઇબ્રિડ કારો કરતાં બિલકુલ અલગ છે અને તેને ખાસ કરીને EV જેવો ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.

App Store

બીવાયડી ઇન્ડિયાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ નવી ટેક્નોલોજીને ભારતમાં રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીની પોસ્ટમાં લખ્યુ છે કે, "ડ્રાઇવિંગનું ભવિષ્ય સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે. DM-i સુપર પ્લગ-ઇન હાઇબ્રિડ ઇવી ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે". કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજી ઓછો પેટ્રોલ વપરાશ, લાંબી ડ્રાઇવિંગ રેન્જ અને અત્યંત સ્મૂધ ડ્રાઇવિંગનું શાનદાર કોમ્બિનેશન આપશે.

શું છે સુપર હાઇબ્રિડ ટેક્નોલોજી?

BYDની સુપર હાઇબ્રિડ ટેક્નોલોજી કંપનીની નેક્સ્ટ જનરેશનની પ્લગ-ઇન હાઇબ્રિડ ટેક્નોલોજી છે. સામાન્ય હાઇબ્રિડ કારોમાં પેટ્રોલ એન્જિન વધુ કામ કરે છે, પરંતુ આ સિસ્ટમમાં મોટાભાગનું ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક મોટરથી થાય છે. પેટ્રોલ એન્જિન માત્ર જરૂર પડે ત્યારે જ સિસ્ટમને સપોર્ટ કરે છે. આ જ કારણ છે કે આ ટેક્નોલોજી EV જેવી સાઇલન્ટ, સ્મૂધ અને ફાસ્ટ ડ્રાઇવિંગ ફીલ આપવાનો દાવો કરે છે.

કંપનીના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ ઇલેક્ટ્રિક ફર્સ્ટ ડ્રાઇવિંગ, લાંબુ અંતર કાપવાની ક્ષમતા, અત્યંત ઓછો ફ્યુઅલ વપરાશ અને સેફ બ્લેડ બેટરી (Blade Battery) જેવી વિશેષતાઓથી સજ્જ છે. આમાં અલ્ટ્રા-સેફ બ્લેડ બેટરી આપવામાં આવશે, જેને કંપની પોતાની સૌથી સુરક્ષિત બેટરી ટેક્નોલોજી માને છે.

કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી?

સુપર હાઇબ્રિડ ડીએમ ટેક્નોલોજીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કાર વધુમાં વધુ સમય ઇલેક્ટ્રિક મોડમાં ચાલે. આમાં એક હાઇ-પાવર ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે જે કારને સ્મૂધ અને ફાસ્ટ એક્સિલરેશન આપે છે. મોટી બેટરી ડેઇલી ડ્રાઇવિંગ માટે જરૂરી પાવર સપ્લાય કરે છે, જેનાથી કાર સંપૂર્ણપણે EV જેવી અનુભવાય છે.

આ સિસ્ટમમાં પેટ્રોલ એન્જિનનું કામ માત્ર જરૂર પડે ત્યારે વીજળી (ઇલેક્ટ્રિસિટી) જનરેટ કરવાનું અને ડ્રાઇવિંગ રેન્જ વધારવાનું છે. જો કે હાઇ-સ્પીડ પર એન્જિન સીધું વ્હીલ્સને પણ પાવર આપી શકે છે, પરંતુ એવું ત્યારે જ થાય છે જ્યારે તેનાથી વધુ સારી એફિશિયન્સી મળતી હોય.

મળશે EV જેવો એક્સપિરિયન્સ

BYDનું કહેવું છે કે તેની નવી DM-i ટેક્નોલોજી ડ્રાઇવરને લગભગ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક કાર જેવો અનુભવ આપશે. આમાં ત્વરિત (ઇન્સ્ટન્ટ) ટોર્ક મળશે, એક્સિલરેશન અત્યંત સ્મૂધ હશે અને ડ્રાઇવિંગ દરમિયાન ખૂબ જ ઓછો અવાજ સંભળાશે. સૌથી ખાસ વાત એ છે કે આમાં ગિયર બદલવાનો ઝટકો કે લેગ (Lag) અનુભવાશે નહીં. કંપનીના જણાવ્યા અનુસાર પરંપરાગત હાઇબ્રિડ કારોમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક સિસ્ટમ અલગ-અલગ ફીલ થાય છે, જ્યારે DM-i ટેક્નોલોજીમાં આખી સિસ્ટમ એકસાથે અત્યંત સ્મૂધ રીતે કામ કરે છે.

ચાર્જિંગ જરૂરી છે કે નહીં?

આ પ્લગ-ઇન હાઇબ્રિડ સિસ્ટમ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે અને બેટરી ચાર્જ કરવા પર સૌથી વધુ બચત મળે છે. જો કે કંપનીનો દાવો છે કે જો રેગ્યુલર ચાર્જિંગ ન પણ કરવામાં આવે તો પણ આ સિસ્ટમ ઘણી વધારે ફ્યુઅલ એફિશિયન્ટ રહેશે. આ જ કારણ છે કે તેને સામાન્ય હાઇબ્રિડ કારો કરતાં વધુ એડવાન્સ માનવામાં આવી રહી છે.

ભારતમાં થઈ રહ્યું છે ટેસ્ટિંગ

થોડા દિવસો પહેલા બીવાયડીની Sealion 6 DM-i હાઇબ્રિડ કારને ભારતીય રસ્તાઓ પર ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી. આ SUVની સૌથી મોટી ખાસિયત તેની 1100 કિલોમીટર સુધીની કુલ રેન્જ જણાવવામાં આવી રહી છે. એટલે કે એકવાર ફુલ ચાર્જ અને ફુલ ટેન્ક પછી લાંબુ અંતર કાપવું ખૂબ જ સરળ બની શકે છે. આ SUV 4.78 મીટર લાંબી, 1.9 મીટર પહળી અને 1.67 મીટર ઊંચી છે.  તેનો વ્હીલબેઝ 2.76 મીટરનો છે, જેનાથી કેબિનમાં સારો સ્પેસ મળવાની આશા છે. SUVમાં 425 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે, જેનાથી ફેમિલી ટ્રિપ્સ દરમિયાન સામાન રાખવામાં સરળતા રહેશે.