ફોટા વગર પણ આ રીતે ભરાઈ જાય છે મેમરી, આજે જ કરો આ સેટિંગ

ઘણીવાર એવું બને છે કે ફોનની ગેલેરીમાંથી તમામ ફાતૂસ તસવીરો અને વીડિયો ડિલીટ કરી નાખવા છતાં ફોનનું સ્ટોરેજ 'ફૂલ' જ બતાવે છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે, તો ટેન્શન લેવાની જરૂર નથી. ફોનની મેમરી ફૂલ થવા પાછળ માત્ર ફોટો કે વીડિયો જ જવાબદાર નથી હોતા, પરંતુ બેકગ્રાઉન્ડમાં બીજી ઘણી બ એવી ચીજો હોય છે જે ફોનની જગ્યા રોકીને બેઠી હોય છે. અહીં જાણો કે ફોનની સ્પેસ ખરેખર કોણ રોકે છે અને તેને કેવી રીતે ખાલી કરી શકાય:
૧. રિસાયકલ બિન કે ટ્રેશ (Trash / Recently Deleted)
આ સૌથી મોટું કારણ છે. આપણે ગેલેરીમાંથી ફોટો કે વીડિયો ડિલીટ તો કરી દઈએ છીએ, પરંતુ તે ફોનની 'Recently Deleted' અથવા 'Trash' ફાઈલમાંથી કાયમ માટે ડિલીટ થતા નથી. આ ફાઈલો ૩૦ દિવસ સુધી રિસાયકલ બિનમાં સચવાયેલી રહે છે અને ફોનની સ્પેસ રોકી રાખે છે.
૨. એપ્સનો કૅશ ડેટા (App Cache Data)
વોટ્સએપ, ફેસબુક, Instagram અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા એપ્સ બેકગ્રાઉન્ડમાં ઘણો બધો 'Cache Data' (ટેમ્પરરી ફાઇલો) જમા કરી દે છે. આ ડેટા સમયની સાથે વધીને જીબી (GB) સુધી પહોંચી જાય છે, જેનાથી સ્ટોરેજ ભરાઈ જાય છે.
૩. ડાઉનલોડ કરેલી ફાઇલો અને ડોક્યુમેન્ટ્સ
આપણે ઇન્ટરનેટ પરથી કે વોટ્સએપ પર આવતા પીડીએફ (PDF), ડોક્યુમેન્ટ્સ, ઝિપ ફાઇલો કે જરૂરી-બિનજરૂરી ડાઉનલોડ્સ ફોનમાં સેવ કરીએ છીએ, જે લાંબા સમય સુધી ડાઉનલોડ ફોલ્ડરમાં પડી રહે છે અને જગ્યા રોકે છે.
૪. વોટ્સએપ મીડિયા અને ઓટો-ડાઉનલોડ
વોટ્સએપ પર આવતા ગુડ મોર્નિંગ મેસેજ, ફોટા, જીઆઈએફ (GIF) અને વીડિયો આપમેળે (Auto-download) ફોનની ગેલેરી કે ફાઈલ મેનેજરમાં સેવ થઈ જાય છે, જે ફોનની સ્પેસ ઝડપથી ભરી દે છે.
૫. હિડન કે યુઝલેસ એપ્સ (Unused Apps)
જે એપ્સનો ઉપયોગ આપણે મહિનાઓમાં ક્યારેક જ કરીએ છીએ અથવા જે હવે કામની નથી, તે બેકગ્રાઉન્ડમાં સ્પેસ તો રોકે જ છે, સાથે જ તેનો ડેટા પણ વધતો રહે છે.
સ્ટોરેજ ખાલી કરવાની સરળ ટિપ્સ
ફોનની 'Recently Deleted' ગેલેરીમાં જઈને કાયમ માટે (Permanently Delete) ફોટા સાફ કરો.
સેટિંગ્સમાં જઈને એપ્સનો કેશ ડેટા (Clear Cache) સમયાંતરે ડિલીટ કરો.
ફાઇલ મેનેજરમાં જઈને 'Downloads' ફોલ્ડર ચેક કરો અને કામ ન હોય તેવી ફાઇલો કાઢી નાખો.
વોટ્સએપની સ્ટોરેજ સેટિંગ્સમાં જઈને બિનજરૂરી મીડિયા ફાઇલો ડિલીટ કરો.









