મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

શેખ હસીના કયા વિમાનથી બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા? આ હાઇ-ટેક ટેક્નોલોજીથી છે સજ્જ 

વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું અને 5 ઓગસ્ટના રોજ

શેખ હસીના કયા વિમાનથી બાંગ્લાદેશ છોડીને ભારત આવ્યા? આ હાઇ-ટેક ટેક્નોલોજીથી છે સજ્જ 

વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું અને 5 ઓગસ્ટના રોજ ભારત આવ્યા. શેખ હસીના જ્યારે બાંગ્લાદેશથી નીકળ્યા ત્યારે તે વિમાનમાં ભારત આવ્યા હતાં, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, શેખ હસીનાનું પ્લેન AJAX 1431 છે, જે આર્મી પ્લેન છે અને તેને હિંડન એરબેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

શેખ હસીનાને લઈ જતું વિમાન AJAX1431, એક લોકહીડ C-130J હર્ક્યુલસ છે, લોકહીડ C-130J હર્ક્યુલસ એ ચાર એન્જિનનું ટર્બોપ્રોપ લશ્કરી વિમાન છે જેનો ઉપયોગ મુખ્યત્વે એરલિફ્ટ, બચાવ કામગીરી જેવા મિશન માટે થાય છે. તાજેતરમાં બાંગ્લાદેશ વાયુસેનાએ તેના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટના કાફલાને અપગ્રેડ કર્યો હતો. આ સાથે દેશે આ વિમાન યુકેના સંરક્ષણ મંત્રાલય પાસેથી મેળવ્યું હતું.

હાઇટેક ટેકનોલોજીથી સજ્જ

C-130J હર્ક્યુલસ એ એક આધુનિક અને અદ્યતન ટેક્નોલોજી એરક્રાફ્ટ છે, જેમાં ડિજિટલ એવિઓનિક્સ, અદ્યતન નેવિગેશન સિસ્ટમ્સ અને ગ્લાસ કોકપિટનો સમાવેશ થાય છે. આ એરક્રાફ્ટ નેવિગેશનને વધુ સુરક્ષિત બનાવે છે.

ઉચ્ચ ક્ષમતા અને ઝડપી ગતિ

આ એરક્રાફ્ટ મોટી માત્રામાં કાર્ગો અને મુસાફરોનું લઈ જઈ શકે છે. આ સાથે તેની ક્ષમતા 92 મુસાફરોને લઈ જવાની છે. આ સિવાય એરક્રાફ્ટ લાંબા અંતર સુધી ઉડી શકે છે, જેની સ્પીડ 362 નોટ એટલે કે 670 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

સલામતી સુવિધાઓ

આ એરક્રાફ્ટમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ છે, જેમ કે ઇન્ફ્રારેડ કાઉન્ટરમેઝર્સ. આ ઉપરાંત તે આધુનિક સેન્સરથી સજ્જ છે જે દુશ્મનના જોખમોથી બચાવવા માટે સક્ષમ છે.

આ સમાચાર શેર કરો