સર્વિસ કરાવ્યા પછી પણ બાઈકનું પરફોર્મન્સ બગડી ગયું છે? તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલ
જો તમારી બાઈક સર્વિસ કરાવ્યા પછી પણ યોગ્ય રીતે નથી ચાલી રહી તો તેની પાછળ ઘણા કાર

જો તમારી બાઈક સર્વિસ કરાવ્યા પછી પણ યોગ્ય રીતે નથી ચાલી રહી તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો હોય છે જેના કારણે બાઈકના પરફોર્મન્સ પર અસર પડી શકે છે. આજે અમે તમને એવી જ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સર્વિસ સેન્ટરની પસંદગી
હંમેશા પ્રમાણિત સર્વિસ સેન્ટરની જ પસંદ કરો, જે તમારા બાઈકના મોડલની સારી સમજ ધરાવતા હોય. જે બાઈકને કોઈપણ ખામીને તરત શોધી કાઢે અને તેને ઠીક કરી શકે.
ઓઈલ
એન્જીન માટે બ્રાન્ડેડ ઓઈલનો જ ઉપયોગ કરવો જોઈએ. હંમેશા મેન્યુઅલમાં જણાવેલ ગ્રેડ અને પ્રકારના એન્જિન ઓઈલનો ઉપયોગ કરો.
સર્વિસ શેડ્યૂલને ન અવગણો
નિયમિત સર્વિસ અને જાળવણીની અવગણના તમારા માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી, બાઈકના મેન્યુઅલમાં આપેલા સર્વિસ શેડ્યૂલને અનુસરો અને સમયાંતરે સર્વિસ કરતા રહો.
ફિલ્ટરની સફાઈ
જો તમે એર ફિલ્ટર અને ફયુલ ફિલ્ટરને સમયસર સાફ નહીં કરો તો તમારી બાઈક ઝડપથી બગડી શકે છે. તેથી, બાઈકનું એર ફિલ્ટર અને ફયુલ ફિલ્ટર નિયમિત સમયે સાફ કરવું અથવા બદલવું જરૂરી છે.
ટાયર પ્રેશર
નિયમિતપણે ટાયર પ્રેશર ચેક કરો અને મેન્યુઅલમાં જણાવ્યા પ્રમાણે જાળવો. આ સાથે, સ્પાર્ક પ્લગને નિયમિત સમયે ચેક કરીને સાફ કરો અથવા બદલો. ચેનને નિયમિતપણે લુબ્રિકેટ કરો.
બાઈકની બેટરી
પાણીનું સ્તર અને બેટરીનું ચાર્જિંગ નિયમિતપણે ચેક કરો. સમયાંતરે ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને કનેક્શન્સ પણ ચેક કરો અને ખાતરી કરો કે બધું યોગ્ય રીતે જોડાયેલું છે.
આ સંભવિત ભૂલોને ધ્યાનમાં રાખીને અને તેને સુધારીને, તમે તમારી બાઈકનું પરફોર્મન્સ સુધારી શકો છો અને તેને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખી શકો છો.








