મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

કાર હોય કે બાઇક, સમયસર સર્વિસ કરાવવાનું ન ભુલશો,  નહિ તો.. 

દેશમાં ભારે વરસાદને કારણે હવે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીન

કાર હોય કે બાઇક, સમયસર સર્વિસ કરાવવાનું ન ભુલશો,  નહિ તો.. 

દેશમાં ભારે વરસાદને કારણે હવે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદમાં વાહનોની સર્વિસ મેન્ટેનન્સ ઘણી વધી જાય છે. હવે કાર નવી હોય કે જૂની, જો સર્વિસ  સમયસર કરવામાં ન આવે તો ભવિષ્યમાં વાહનને નુકસાન તો થાય જ પરંતુ ખિસ્સા પર પણ બોજ પડે. નિષ્ણાતોના મતે, જે વાહનોની નિયમિત સર્વિસ કરવામાં આવે છે તેનું આયુષ્ય વધી જાય છે. નાની-નાની ભૂલોને કારણે વાહનને મોટું નુકસાન થાય છે. અહીં અમે તમને કેટલીક એવી વાતો જણાવી રહ્યા છીએ જેને જો તમે આજે જ ફોલો કરશો તો તમને ફાયદો થશે.

સમયસર સર્વિસ 

બાઇક હોય કે કાર, સમયસર સર્વિસ ચોક્કસથી કરાવવી જોઈએ. જો તમે એક પણ સર્વિસ ની અવગણના કરો છો અથવા એવું વિચારો છો કે તમે તેને પછીથી  કરાવશો, તો તમે ભૂલ કરી રહ્યા છો. તમારી આ ભૂલ તમને મોંઘી પડી શકે છે. જો મફત સર્વિસ સમાપ્ત થઈ ગઈ હોય, તો પણ તમારે નેક્સ્ટ સર્વિસ માટે સર્વિસ  સેન્ટર પર જ  જવું જોઈએ. જેથી આગળ શું કરવું તેની માહિતી મળી શકે.

સ્થાનિક મિકેનિક પાસે જવાનું ટાળો

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે બાઇકની ફ્રી સર્વિસ પૂરી થાય છે ત્યારે લોકો પૈસા બચાવવા માટે લોકલ મિકેનિક પાસે જાય છે. માત્ર થોડા મિકેનિક્સ જ શ્રેષ્ઠ છે જ્યારે દર વખતે ખૂબ જ સારો મિકેનિક મળતો ણથી, અને બાઇકને નુકસાન થાય છે.

લાલચમાં આ લોકો બાઇકમાં લોકલ પાર્ટ્સ લગાવી દે છે, જેના કારણે ભવિષ્યમાં બાઇકને ઘણું નુકસાન વેઠવું પડે છે. ઘણી વખત સ્થાનિક મિકેનિક્સ જુગાડનો ઉપયોગ કરીને તમારી બાઇકને ઠીક કરવાનો પ્રયાસ પણ કરે છે અને આ ખૂબ જોખમી સાબિત થાય છે. તેથી, ફક્ત અધિકૃત સેવા કેન્દ્ર પર જાઓ અને તમારી બાઇકની સર્વિસ કરાવો.

સસ્તા અને સ્થાનિક મકેનિકથી દૂર રહો 

દરેક સર્વિસમાં  કોઈને કોઈ પાર્ટ બદલવામાં આવે છે… અને સર્વિસ સેન્ટરના લોકો તમને તે પાર્ટસ  બદલવાની જરૂર છે કે નહીં તે વિશે પણ પૂછે છે. પરંતુ તમારે રાહ જોયા વિના  ખામીયુક્ત પાર્ટસને બદલવો જોઈએ. ઘણા ભાગો એવા છે જે કિલોમીટરના હિસાબે બદલવા પડે છે. ક્ષતિગ્રસ્ત પાર્ટસ સાથે બાઇક ચલાવશો નહીં.

આ કાર્યને ભૂલશો નહીં

દર 1500-2500 કિલોમીટર પછી એન્જિન ઓઇલ બદલો. ઘણી વખત ઓઇલ સમય પહેલા કાળું થવા લાગે છે અથવા તે ઓછું થવા લાગે છે, તો તમે ટોપ-અપ કરાવી શકો છો. જ્યારે એન્જિન ઓઈલ ઓછું થાય છે, ત્યારે માઈલેજની સાથે પરફોર્મન્સ બગડવા લાગે છે. આ સિવાય બ્રેક શૂ, ચેઈન સેટ, ઓઈલ ફિલ્ટર, એર ફિલ્ટર અને ડિસ્ક બ્રેક ઓઈલ ચેક કરતા રહો.

આ સમાચાર શેર કરો