મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

જો લાઇસન્સ ગુમાવવું ના હોય, તો Drive કરતા સમયે આ 5 ભૂલો ટાળવી

ભારતમાં ટ્રાફિકને સામાન્ય રૂપે સંચાલિત કરવા માટે ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે. આ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા પર ચલ

જો લાઇસન્સ ગુમાવવું ના હોય, તો Drive કરતા સમયે આ 5 ભૂલો ટાળવી

ભારતમાં ટ્રાફિકને સામાન્ય રૂપે સંચાલિત કરવા માટે ટ્રાફિક નિયમો બનાવવામાં આવ્યા છે. આ ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા પર ચલાન કરવાથી લઈ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા સુધીનો દંડ કરવામાં આવી શકે છે. તો એ વસ્તુને ટાળવા તેમજ તમારી સેફ્ટીનું પણ ધ્યાન રાખવા માટે Drive કરતી વખતે હંમેશા આ નિયમોનું પાલન કરવું. આમ કરતાં તમે ન માત્ર દંડથી બચી શકો છો, પરંતું સાથે સાથે તમે તમારી જાતને પણ અકસ્માત જેવી ગંભીર દુર્ઘટનાઓથી બચાવી શકો છો. 

જાણો Drive કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

Drive કરતા સમયે ક્યરેય ફોનનો ઉપયોગ ન કરવો

Motor Vehicle Act(MVA) મુજબ, ડ્રાઇવિંગના સમયે ફોનનો ઉપયોગ કરવો એ સખ્ત મનાઈ છે. ડ્રાઇવિંગ દરમિયાન તમે ગાડી એકસાઈડ પાર્ક કરી મેપ જોવા અથવા તો કોઈનો કૉલ રિસિવ કરી શકો છો. વધુમાં, જો તમે ડ્રાઇવિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરતા હોય અને ટ્રાફિક પોલીસની  નજરમાં આવો, તો તમારે ભારે ચલાન ભરવું પડી શકે છે. તેની સાથે આપનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે.

જીબ્રા ક્રોસીંગ પર ક્યારેય ગાડી પાર્ક ન કરવી

જીબ્રા ક્રોસીંગ રસ્તો ક્રોસ કરતા લોકો માટે બનાવવામાં આવેલું હોય છે. ઘણી વખત લોકો સિગ્નલ બંધ થાય ત્યારે કારને જીબ્રા ક્રોસીંગ પર અથવા તેની આગળ ઉભી કરી દે છે, જ્યારે Motor Vehicle Actના નિયમોના આધારે,ગાડી જીબ્રા ક્રોસીંગથી પહેલા જ રોકી દેવી જોઈએ. આ નિયમ તોડવાથી ભારે દંડ ભરવો પડી શકે છે.

સ્કૂલ-હૉસ્પિટલની આસપાસ ગાડીની સ્પીડ ધીમી રાખવી

જો તમે કોઈ સ્કૂલ અથવા હોસ્પિટલની આસપાસના રસ્તા પર ડ્રાઇવિંગ કરી રહ્યાં હોવ, તો તમે તમારી કારને ઓછી સ્પીડમાં ડ્રાઇવ કરો.આ સ્થળો પર ઝડપથી ડ્રાઇવિંગ કરવું કાયદાની વિરુદ્ધ મનાય છે. ઘણી જગ્યાઓ પર તો સ્પીડ લિમિટનું બોર્ડ પણ લગાવવામાં આવતું હોય છે. આ નિયમ તોડવા પર તમને દંડ થઈ શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.

ગાડીમાં મોટા અવાજથી Music ન વગાડવું

Motor Vehicle Act મુજબ, ક્યારેય પણ ગાડી ચલાવતી વખતે ગાડીના કાચ ખોલીને મોટા અવાજથી Music ન વગાડવું. આ કરવાથી આસપાસના લોકોને પણ મુશ્કેલી થાય છે અને તમને દંડ પણ થઈ શકે છે.

Drive કરતી વખતે ફોન કૉલ પર વાત ન કરવી

હાલના સમયમાં લગભગ મોટા ભાગની ગાડીઓમાં બ્લૂ-ટૂથની સુવિધા આપવામાં આવતી હોય છે. તે સુવિધાનો લાભ ઉઠાવતા લોકો બ્લૂ-ટૂથ પર કૉલ કરે છે,પરંતુ આવું કરવું એ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા સમાન છે. આ ભૂલ પર તમારું ચાલન પણ કપાઈ શકે છે. તેની સાથે આપનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે.

તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને હંમેશા વાહન ચલાવવું. જેથી આપ પોતાના સહિત તમારા પરિવારના લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખી શકો. "Drive Safe, Be Safe"

આ સમાચાર શેર કરો