Smartphone Lifespan / કેટલી હોય છે મોબાઈલની લાઈફ, ક્યારે બદલવો જોઈએ તમારો ફોન?
નવા ફોનની ખરીદી કર્યા પછી લોકોના મનમાં કેટલાક સવાલો આવતા હોય છે જેમ કે, નવો ફોન કેટલો સમય ચાલશે? તેની લાઈફ કેટલી હશે? કેટલા સ

નવા ફોનની ખરીદી કર્યા પછી લોકોના મનમાં કેટલાક સવાલો આવતા હોય છે જેમ કે, નવો ફોન કેટલો સમય ચાલશે? તેની લાઈફ કેટલી હશે? કેટલા સમય પછી ફોન બદલવો જોઈએ? ઘણા અહેવાલોમાં જાણવા મળ્યું છે કે ફોન સરેરાશ 2.5 વર્ષ સુધી સારી રીતે કામ કરી શકે છે. જો કે, ફોનની લાઈફ જે-તે બ્રાન્ડના આધારે નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, આઇફોનની લાઈફ સામાન્ય રીતે 4થી 10 વર્ષ સુધી પહોંચી શકે છે. પરંતુ તે કેવી રીતે જાણી શકાય કે ફોનની લાઈફ પૂરી થઈ ગઈ છે કે નહીં? ચાલો આજે અમે તમને તેના વિશે જણાવીએ.
જૂના ફોનમાં સમસ્યાઓ આવવા લાગે છે
જેમ જેમ ફોન જુનો થાય છે, તેમ તેમ ફોનની બેટરી લાઈફ સમાપ્ત થવા લાગે છે અને ફોનના અન્ય ભાગો પણ ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમને ખબર પડશે કે ફોનમાં કોઈ સમસ્યા છે. જો તમે તમારા સ્માર્ટફોનને લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર અપડેટ કરી શકતા નથી, તો નવો ફોન લેવાનો વિચાર કરવો જોઈએ.
બેટરીની સમસ્યા
જેમ જેમ ફોનની બેટરી જૂની થતી જાય છે તેમ તેમ તે પણ ખરાબ થતી જાય છે. ફોન ચાલુ હોય અને અચાનક સ્વીચ ઓફ થઈ જાય છે, તો ફોનની બેટરીમાં સમસ્યા હોઈ શકે છે. આવી સ્થિતિમાં ફોન બદલવો જોઈએ.
નેટવર્કની સમસ્યા
જો ફોનમાં નેટવર્ક મળી રહ્યું છે પરંતુ કોઈ સાથે યોગ્ય રીતે વાત નથી થઈ શકતી, તો ફોન બદલવો જોઈએ.
સ્ટોરેજની સમસ્યા
જ્યારે પણ કોઈ ફોટો અથવા વીડિયો શૂટ કરી રહ્યા હોવ અથવા તો કોઈ વસ્તુ ડાઉનલોડ કરી રહ્યા હોવ, ત્યારે લો સ્ટોરેજ વિશે નોટિફિકેશન આવે છે તો સ્ટોરેજની સમસ્યા વધી ગઈ હશે. આવી સ્થિતિમાં પણ ફોન બદલવો જોઈએ.








