મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

નવી કાર ખરીદવાનું વિચારતા હોવ તો જલ્દી કરજો, આ નિયમ લાગુ થતા જ કિંમત થઈ જશે ડબલ!

જો તમે આવનારા કેટલાક વર્ષોમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે. પ્રદૂષણનો સામનો કરવા

નવી કાર ખરીદવાનું વિચારતા હોવ તો જલ્દી કરજો, આ નિયમ લાગુ થતા જ કિંમત થઈ જશે ડબલ!

જો તમે આવનારા કેટલાક વર્ષોમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધારે કિંમત ચૂકવવી પડી શકે છે. પ્રદૂષણનો સામનો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઉત્સર્જન નિયમોમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આ કારણે વાહન ઉત્પાદક કંપનીઓએ એન્જિન અને ઉત્સર્જનમાં સુધારો કરવો પડ્યો છે. જેના કારણે એન્ટ્રી લેવલની કાર પણ જે પહેલા સસ્તા ભાવે મળતી હતી તે હવે મોંઘી થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, 2018-19થી અત્યાર સુધીમાં વાહનો 50% મોંઘા થયા છે. એપ્રિલ 2020માં BS-6 ઉત્સર્જન ધોરણો લાગુ થવાને કારણે વાહનોની કિંમતોમાં ઝડપથી વધારો થયો છે.

તેમજ હવે કેન્દ્ર સરકારની એજન્સી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) એક કાયદો લાવવા જઈ રહી છે જે ઉત્સર્જન ઘટાડવા માટે ઓટોમોબાઈલ ઉત્પાદકો પર સીધો બોજ વધારશે, જેની અસર કાર અને બાઇક ખરીદનારા ગ્રાહકો પર પણ પડશે. પરિણામે કાર મોંઘી થઈ શકે છે. BEEની નવી દરખાસ્ત હેઠળ, જો વાહન કંપનીઓ નવા ઉત્સર્જન ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેના પર દંડ લાદવાની જોગવાઈ છે. તેમજ સમય કંપનીઓએ દર ત્રણ વર્ષે ઉત્સર્જન ઘટાડવાનો માર્ગ શોધવો પડશે.

શું છે BEEનો પ્રસ્તાવ?

દેશમાં કાર કંપનીઓ માટે કાર્બન ડાયોક્સાઇડ (CO2)ની સરેરાશ મર્યાદા 113 ગ્રામ પ્રતિ કિલોમીટર છે. પરંતુ જો ઉત્સર્જનની નિર્ધારિત મર્યાદાથી 4.7 ગ્રામ પ્રતિ કિલોમીટરથી વધુ CO2 ગેસ બહાર નીકળે છે, તો કાર દીઠ 50,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની દરખાસ્ત કરવામાં આવી છે.

BEEની નવી દરખાસ્ત સરકારને ઓટોમોબાઈલ ઉદ્યોગ પર બિન-અશ્મિભૂત (પેટ્રોલ-ડીઝલ) બળતણનો ઉપયોગ ફરજિયાત કરવા, વાહનો અને જહાજો માટે ઉત્સર્જન ધોરણો નક્કી કરવા અને સ્વચ્છ ઊર્જા તરફના બદલાવને વેગ આપવા માટે અધિકાર આપે છે.

ફેરફારો માટે 2 વર્ષનો વધારાનો સમય

BEEએ કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિશિયન્સી (CAFE)ના ત્રીજા તબક્કામાં સખત ઉત્સર્જન ધોરણો પ્રસ્તાવિત કર્યા છે. આ અંતર્ગત વાહન કંપનીઓએ ત્રણ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં એક તૃતિયાંશ ઘટાડો કરવો પડશે. કંપનીઓએ જુલાઈ સુધીમાં આ પ્રસ્તાવનો જવાબ આપવાનો છે. આ પછી BEE નવી માર્ગદર્શિકા બહાર પાડશે.

અગાઉ નવા ધોરણોને અપનાવવા માટે એપ્રિલ 2027 સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નવા પ્રસ્તાવ હેઠળ સમયગાળો વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય વર્ષ 2032 સુધીમાં વાહનોમાંથી કાર્બન ઉત્સર્જનને 24 ટકા ઘટાડવાનો છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ 2020માં BS-6 એમિશન નોર્મ્સ લાગુ થયા બાદ વાહનો 30 ટકા મોંઘા થઈ ગયા છે.

આ સમાચાર શેર કરો