Apple WWDC 2024: કંપનીએ iOS18થી Watch OS11માં આપ્યા આ દમદાર ફિચર્સ
વિશ્વની મોટી બ્રાન્ડ બનેલી એપ્પલ કંપનીની Apple Worldwide Developers Conferenc

વિશ્વની મોટી બ્રાન્ડ બનેલી એપ્પલ કંપનીની Apple Worldwide Developers Conferenceમાં તેના તમામ પ્રોડક્ટની આગામી ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી હતી. આજની આ ઈવેન્ટમાં Apple કંપનીએ AIને લઈને અનેક નવા ફિચર્સ રજૂ કર્યા છે. જેમાં સ્માર્ટ સિરી, ચેટજીપીટી એકીકરણ, ફોટા માટે નવી સુવિધાઓ, હોમ સ્ક્રીન, કંટ્રોલ સેન્ટર, લોક સ્ક્રીન, ગેમ મોડ, સેટેલાઇટ મેસેજિંગ વગેરે ફિચર્સ સહિત એપલે તેની તમામ ઓપરેટિંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યાનું જણાવ્યું હતું. આ ડેવલપર્સ કોન્ફરન્સમાં Appleએ VisionOS, iOS, iPadOS, MacOS, WatchOS, tvOSના નવા વર્ઝનો પણ રજૂ કર્યા છે. iOS 18 સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવું બનાવવામાં આવ્યું છે. તો macOS ના નવા વર્ઝનમાં AI ફીચર ઉમેરવામાં આવ્યું છે.
VisionOS 2
Apple એ VisionOS ના પ્રથમ મેજર સોફ્ટવેર અપગ્રેડમાં અનેક નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. તેની જેસ્ચર સિસ્ટમમાં એક નવું ક્વિક એક્શન ફીચર એડ કરવામાં આવ્યું છે જેથી તેને સરળતાથી એક્સેસ કરી શકાય. આ સિવાય ફોટો એપમાં સ્પેશિયલ ફોટો ફીચર ઉમેરવામાં આવ્યું છે, જે તમારી 2D ફોટો લાઇબ્રેરીને સ્પૈટિયલ ફોટોમાં કન્વર્ટ કરી શકે છે. હાઈ રિઝોલ્યુશન અને સારી ગુણવત્તાવાળા મેક વર્ચ્યુઅલ ડિસ્પ્લે ફીચરને પણ એડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત Appleએ Vision OSમાં ટ્રાવેલ મોડને અપગ્રેડ કર્યો છે.
watchOS 11
Appleએ તેની સ્માર્ટવોચની ઓપરેટિંગ સિસ્ટમમાં અત્યાર સુધીનું સૌથી મોટું અપગ્રેડ કર્યું છે. જેમાં ફિટનેસ અને હેલ્થ ફીચર્સ પહેલા કરતા વધુ સારા છે.
એપલની સ્માર્ટ વોચમાં હાઈ હાર્ટ રેટ, હેલ્થ માટે રીમાઇન્ડર્સ સેટ કરવા,ત્રિમાસિક સંભવિત હેલ્થ એલર્ટની ચેતવણી જેવા અનેક ફિચર્સ છે. watchOS 11 વર્કઆઉટની તીવ્રતા અને સમયાંતરે સમયગાળો માપવા માટે "ટ્રેનિંગ લોડ" પણ રજૂ કરે છે. એક્ટિવિટી એપમાં ટ્રેનિંગ લોડ થકી યુઝર્સે છેલ્લા 28 દિવસની સરખામણીએ છેલ્લા 7 દિવસમાં કરેલા વર્કઆઉટથી તેના શરીરમાં જોવા મળતા તણાવને સમજવામાં મદદ કરે છે.
એપલની ઘડિયાળમાં કસ્ટમ અલ્ગોરિધમ્સ એક ફ્રેમ અને સ્ટ્રક્ચર સીમિત કરશે. પરંતુ પહેરનારાને પોતાની પ્રાથમિકતા મુજબ તેને વધુ વિવિધતાસભર કરી શકશે. આ સિવાય એપલ વોચમાં "ચેક ઇન" ફીચર ઉપરાંત ટ્રાન્સલેટ એપ પણ ઉપલબ્ધ હશે. યુઝર્સ એક હાથ વડે એપ્સને સ્ક્રોલ કરવા માટે ડબલ જેસ્ચર ટેપનો પણ ઉપયોગ કરી શકે છે. વધુમાં, વર્કઆઉટ એપ્લિકેશનમાં વધારાના વર્કઆઉટ્સ, AI દ્વારા સંચાલિત સૂચનાઓ અને ટેપ ટુ કેશ એ watchOS 11 માં અન્ય નોંધપાત્ર સુવિધાઓ પૈકીની એક છે.
આ ઉપરાંત new interactive widgets યુઝર્સને સ્માર્ટ ટેકથી સીધી એપ સાથે વાતચીત કરવાની મંજૂરી પણ આપે છે. જેના થકી એપ્પલ વોચ પર લાઈવ એક્ટિવિટી પણ ઉપલબ્ધ છે. આના થકી યુઝર્સના ચહેરાના હાવભાવનું આકલન કરીને સર્વશ્રેષ્ઠ ફોટો પસંદ કરવામાં પણ મદદ કરશે.
ટીવીઓએસ 18
Appleએ તેના Apple TV સેટ-ટોપ બોક્સની ઑપરેટિંગ સિસ્ટમમાં નવી સુવિધાઓ ઉમેરી છે, જેમાં ઇનસાઇટનો સમાવેશ થાય છે. આ ઓપરેટિંગ સિસ્ટમ 21:9 રેશિયો સાથે પ્રોજેક્ટરને સપોર્ટ કરે છે. આ સિવાય એપલે ઓડિયો માટે એન્હાન્સ ડાયલોગ ફીચર ઉમેર્યું છે. આ સિવાય ટીવી માટે આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી બધી વિશેષ ફેસિલિટીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
iPadOS 18
Apple એ iPadOS 18 માં નવા કસ્ટમાઇઝેશન ફીચર્સ ઉમેર્યા છે. યુઝર્સને iPadOS 18 માં iOS 18 જેવી ઘણી કસ્ટમાઇઝેશન સુવિધાઓ પણ મળશે. જેમાં યુઝર્સ હોમ સ્ક્રીન આઇકોનથી લેઆઉટમાં ફેરફાર કરવાનો વિકલ્પ પસંદ કરી શકશે. આ ઉપરાંત કંટ્રોલ સેન્ટર પણ ગોઠવવામાં આવ્યું છે. યુઝર્સ તેમની પસંદગી મુજબ તેના આઇકોનની ગોઠવણ કરી શકશે.
macOS 15 Sequoia
એપલે WWDC 2024માં macOS 15 Sequoia ની પણ જાહેરાત કરી છે. આ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા, યુઝર્સ હવે તેમના Mac ને આઇફોન સ્ક્રીનથી ઓપરેટિંગ - કન્ટ્રોલ કરી શકશે. આ સિવાય તેમાં ઘણા પ્રકારના કસ્ટમાઇઝેશન ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, નવા macOS માટે એક સ્ટેન્ડઅલોન પાસવર્ડ એપ આપવામાં આવશે. આ એપ થકી યુઝર્સ તેમના પાસવર્ડ મેનેજ કરી શકશે. આ નવી ઓપરેટિંગ સિસ્ટમ AI ફીચર્સથી સજ્જ હશે. તેમાં એપલ ઈન્ટેલિજન્સ ફીચર આપવામાં આવશે.








