એપલ પ્રો 3 એરપોડ્સ લાઇવ ટ્રાન્સલેશન ફીચર્સ ઉમેરીને કરાયા અપડેટ, જાણો કેવી રીતે કરશે કામ
એપલ દ્વારા 9 સપ્ટેમ્બરે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં એપલ દ્વારા એરપોડ્સ, આઇવો

એપલ દ્વારા 9 સપ્ટેમ્બરે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં એપલ દ્વારા એરપોડ્સ, આઇવોચ અને આઇફોન 17 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. એપલ દ્વારા તેમની નવી ડિઝાઇનની સાથે નવા ઇનોવેશનને પણ રજૂ કર્યું હતું.
એરપોડ્સ પ્રો 3
એપલ દ્વારા નવા એરપોડ્સ પ્રો 3 લોન્ચ કરવામાં આવ્યાં છે. એમાં એક્ટિવ નોઇઝ કેન્સલેશન છે. આ નોઇઝ કેન્સલેશન એરપોડ્સ પ્રો 2 કરતાં બમણું કામ કરે છે અને પહેલાં પ્રો મોડલ કરતાં ચારગણું કામ કરે છે. આથી યુઝર્સને વર્લ્ડનું બેસ્ટ કેન્સલેશન હેડફોન મળશે. એપલ પ્રો 3માં લાઇવ ટ્રાન્સલેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
યુઝર્સ જ્યારે અન્ય દેશમાં ટ્રાવેલ કરી રહ્યો હશે ત્યારે આ ફીચર ખૂબ જ કામ આવશે. સામેની વ્યક્તિ જે બોલે છે એનું ટ્રાન્સલેશન યુઝરને એરપોડ્સમાં સંભળાશે. તેમ જ યુઝર પોતે જે બોલી રહ્યો છે એને ટ્રાન્સલેટ કરીને આઇફોનની સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે. આથી સામેની વ્યક્તિ એને વાંચી શકે.
આ એરપોડ્સમાં 65 ટકા રિસાયકલ પ્લાસ્ટિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ IP57 વોટર એન્ડ ડસ્ટ રેસિસ્ટન્ટ હોવાની સાથે એમાં હાર્ટ રેટ સેન્સરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ટિવ નોઇઝ કેન્સલેશનમાં એક વાર ચાર્જ કરતાં આઠ કલાકનું બેટરી બેકઅપ આપે છે.
એપલ વોચ 11
એપલ વોચ 11ને સૌથી કમ્ફર્ટેબલ અને ડ્યુરેબલ વોચ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ વોચમાં Ion-X glassનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં આ અત્યાર સુધીનો સૌથી મજબૂત ગ્લાસ છે. એમાં એપલ સિરામિક કોટિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી એ ખૂબ જ મજબૂત બને છે. આ વોચ સ્ક્રેચ રેસિસ્ટન્ટ છે. સિરીઝ 11માં સેલ્યુલર 5Gનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં 5G મોડમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં ખૂબ જ ઓછી બેટરીનો ઉપયોગ કરશે.
સિરીઝ 11માં વોચઓએસ 26નો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા ફીચર્સ અને ઇન્ટેલિજન્સની સાથે એની ડિઝાઇન પણ એલિગન્ટ બનાવવામાં આવી છે. એમાં હાર્ટ, હિયરીંગ, સાયકલ ટ્રેકિંગ, મેન્ટલ હેલ્થ અને અન્ય નવા હેલ્થ ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.








