iPhone 17પ્રો મેક્સમાં મળી શકે છે અત્યાર સુધીની સૌથી મોટી બેટરી, Apple પહેલીવાર પાર કરશે 5000નો આંકડો
Apple દ્વારા 9 સપ્ટેમ્બરે નવી iPhone 17 સિરીઝને લોન્ચ કરવામાં આવી રહી છે. આ સિરીઝમાં

Apple દ્વારા 9 સપ્ટેમ્બરે નવી iPhone 17 સિરીઝને લોન્ચ કરવામાં આવી રહી છે. આ સિરીઝમાં પહેલીવાર Apple દ્વારા સૌથી મોટી બેટરીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા હતી કે iPhoneમાં બેટરી અને કેમેરામાં ખૂબ જ મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે. જોકે હવે Apple પહેલીવાર 5000 mAh કરતાં વધુની બેટરીનો સમાવેશ કરશે એ માહિતીએ જોર પકડ્યું છે.
કેવી રીતે લીક થઈ માહિતી?
આ માહિતીને ચીનના 3C સર્ટિફિકેશન ડેટાબેઝમાંથી સોર્સ કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ ડેટાબેઝના આધારે iPhone 17 એર, પ્રો અને પ્રો મેક્સમાં ફિઝિકલ સિમનું મોડલ અને ઈ-સિમ ટેકનોલોજી ધરાવતું મોડલ તેમ બંનેનો સમાવેશ કરવામાં આવશે. આ મોબાઈલ કયા દેશમાં વેચવામાં આવી રહ્યો છે એના આધારે મોડલ નક્કી કરવામાં આવશે. જોકે ઈ-સિમ મોબાઈલમાં બેટરી કેપેસિટી વધુ હોવાની ચર્ચા છે.
iPhone 17માં અંદાજે 3000ની બેટરી કેપેસિટી હશે
હાલમાં જે ડેટા લીક થયા છે એ અનુસાર iPhone 17 એરમાં અંદાજે 3036 mAhની બેટરી છે. આ બેટરી કેપેસિટી ફિઝિકલ સિમ ધરાવતા મોબાઈલની છે. જોકે ઈ-સિમ ધરાવતા મોબાઈલમાં 3149 mAhની બેટરી કેપેસિટી આપવામાં આવી છે. iPhone 17માં 3692 mAhની બેટરી કેપેસિટી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ મોબાઈલમાં ઈ-સિમ હોવાની શક્યતા ખૂબ ઓછી છે. આથી એમાં અલગ-અલગ બેટરી વિશે માહિતી આપવામાં નથી આવી.
Apple એ પહેલીવાર ક્રોસ કર્યો 5000નો આંકડો
Apple દ્વારા પહેલીવાર 5000ની કેપેસિટીનો આંકડો પાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની સૌથી મોટી બેટરી iPhone 17 પ્રો મેક્સમાં 5088 mAh હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઈ-સિમ મોડલ છે. ફિઝિકલ સિમ મોડલ માટે 4823 mAhની બેટરીનો સમાવેશ કરવામાં આવશે. iPhone 17 પ્રોમાં 3988 mAhની બેટરી કેપેસિટી છે. જોકે ઈ-સિમમાં એ 4252 mAhની કેપેસિટી છે. આથી Apple દ્વારા બે અલગ-અલગ મોડલ કાઢવામાં આવ્યાં છે. iPhone 16 પ્રો મેક્સ કરતાં 17માં Apple દ્વારા અંદાજે 8 ટકા બેટરી કેપેસિટીમાં વધારો કર્યો છે.






