મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Apple ઈવેન્ટમાં ફક્ત iPhone જ નહીં, નવા Airpods સહિત આ પ્રોડક્ટ્સ પણ થશે લોન્ચ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આખી ટેક દુનિયા 9 સપ્ટેમ્બરે યોજાનારી Appleની અવે ડ્રોપિંગ ઈવેન્ટની આતુરતાથી રાહ જોઈ ર

Apple ઈવેન્ટમાં ફક્ત iPhone જ નહીં, નવા Airpods સહિત આ પ્રોડક્ટ્સ પણ થશે લોન્ચ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

આખી ટેક દુનિયા 9 સપ્ટેમ્બરે યોજાનારી Appleની અવે ડ્રોપિંગ ઈવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહી છે. દર વર્ષની જેમ, આ વખતે પણ કંપની નવી iPhone સિરીઝની સાથે અન્ય ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આ ઈવેન્ટમાં લોન્ચ થનારી iPhone 17 સિરીઝ પર બધાની નજર છે. આ વખતે નવી ડિઝાઇન અને ફીચર્સ સાથે આવતી આ સિરીઝમાં iPhone 17, iPhone 17 એર, iPhone 17 પ્રો અને iPhone 17 પ્રો મેક્સનો સમાવેશ થશે. ચાલો જાણીએ કે આ સિવાય આ ઈવેન્ટમાં બીજું શું લોન્ચ થશે.

AirPods Pro 3

Apple આ ઈવેન્ટમાં AirPods Pro 3 લોન્ચ કરશે તે લગભગ નિશ્ચિત છે. તેમાં Powerbeats Pro 2નું હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર હશે. એવી અટકળો છે કે ઇયરબડ્સની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરી શકાય છે અને તેના ચાર્જિંગ કેસને પહેલા કરતા નાનો બનાવવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં લાઈવ ટ્રાન્સલેશન ફીચર ઉપલબ્ધ હશે. તે એપલની H3 ઓડિયો ચિપથી સજ્જ હશે.

Apple Watch Series 11

9 સપ્ટેમ્બરે લોન્ચ થનારી Series 11ની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર થવાની અપેક્ષા નથી, પરંતુ તેમાં આઉટદોર વિઝીબીલિટી સુધારવા માટે વધુ બ્રાઈટનેસ સાથે ડિસ્પ્લે મળી શકે છે. આ સાથે, તેમાં નવા રંગ અને સ્ટ્રેપ વિકલ્પો પણ ઉપલબ્ધ થશે. આ સિરીઝ S11 ચિપ પર આધારિત હશે અને 5G માટે તેમાં મીડિયાટેકના મોડેમનો ઉપયોગ કરી શકાય છે.

Apple Watch Ultra 3

Apple Watch Ultra 3 બે વર્ષ પછી મોટા અપગ્રેડ સાથે લોન્ચ થઈ રહી છે. તેની ડિઝાઇન એ જ રહેવાની અપેક્ષા છે, પરંતુ તેના ડિસ્પ્લેમાં ફેરફાર થઈ શકે છે. Ultra 3માં અલ્ટ્રા 2ના 410 x 502ની સરખામણીમાં 422 x 514 પિક્સેલ રિઝોલ્યુશન સાથે ડિસ્પ્લે હોઈ શકે છે. તે LTPO3 OLED ડિસ્પ્લે અને નવી S11 ચિપ સાથે લોન્ચ કરવામાં આવશે અને એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી સુવિધા ઉપલબ્ધ હશે. તેવી જ રીતે, સસ્તી Apple Watch SE અપગ્રેડેડ ડિસ્પ્લે અને ઝડપી પ્રોસેસર સાથે લોન્ચ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો