મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

ફરી ઠપ્પ થઇ Airtelની સર્વિસ, હજારો યૂઝર્સ પરેશાન; એક અઠવાડિયામાં બીજી વખત થયું ડાઉન

Airtelની સર્વિસ દેશભરમાં ફરી એકવખત ડાઉન થઇ ગઇ છે. યૂઝર્સ લોગઇન કે વોઇસ કોલ કરી નથી શકતા કે ના તો ઇન્ટરનેટ

ફરી ઠપ્પ થઇ Airtelની સર્વિસ, હજારો યૂઝર્સ પરેશાન; એક અઠવાડિયામાં બીજી વખત થયું ડાઉન

Airtelની સર્વિસ દેશભરમાં ફરી એકવખત ડાઉન થઇ ગઇ છે. યૂઝર્સ લોગઇન કે વોઇસ કોલ કરી નથી શકતા કે ના તો ઇન્ટરનેટ ચલાવી શકે છે. ઘરોમાં લાગેલા વાઇફાઇ પણ અચાનક બંધ થઇ ગયા છે. દેશના કેટલાક વિસ્તારમાં યૂઝર્સ આ આઉટેજથી પ્રભાવિત થયા છે. હજારો ગ્રાહકોએ કોલિંગ અને ઇન્ટરનેટ સર્વિસમાં સમસ્યાની ફરિયાદ કરી છે. એક અઠવાડિયામાં બીજી વખત એરટેલની સર્વિસ ઠપ્પ થઇ છે જેને કારણે યૂઝર્સ પરેશાન થયા છે.

Airtelની સર્વિસ ફરી ઠપ્પ

આઉટેજ ટ્રેક કરનારી વેબસાઇટ ડાઉનડિટેક્ટરે જણાવ્યું, કનેક્ટિવિટી સંબંધી સમસ્યાઓની ફરિયાદ સવારે 10.44 વાગ્યે શરૂ થઇ હતી અને બપોર સુધીમાં તો 7 હજાર કરતા વધુ યૂઝર્સ કોલ અને ઇન્ટરનેટ ઉપયોગ કરી શકતા નહતા. એક અઠવાડિયામાં બીજી વખત એરટેલની સર્વિસ ઠપ્પ થઇ છે. આ પહેલા 19 ઓગસ્ટે પણ એરટેલમાં આખા દેશમાં યૂઝર્સને આ રીતની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર યૂઝર્સે નારાજગી વ્યક્ત કરી

એક યૂઝર AirtelIndiaને મેન્શન કરતા લખે છે કે, તેમના એરિયામાં આખુ નેટવર્ક બંધ છે. બ્રૉડબેન્ડ ચાલી રહ્યું છે પરંતુ રિપોર્ટ સિસ્ટમ જ કામ કરતી નથી. બીજાએ કહ્યું કે સવારથી કર્ણાટકમાં નેટવર્ક ડાઉન છે. ના તો કોલ લાગે છે અને ના તો ઇન્ટરનેટ ચાલી રહ્યું છે.

આ સમાચાર શેર કરો